વીંછિયામાં હેન્ડલ પર કાબુ ગુમવતા સર્જાયો અકસ્માત: મોટરસાઇકલ ચાલકનું થયું મૃત્યુ - At This Time

વીંછિયામાં હેન્ડલ પર કાબુ ગુમવતા સર્જાયો અકસ્માત: મોટરસાઇકલ ચાલકનું થયું મૃત્યુ


વીંછિયામાં હેન્ડલ પર કાબુ ગુમવતા સર્જાયો અકસ્માત: મોટરસાઇકલ ચાલકનું થયું મૃત્યુ

ગઈકાલ તારીખ 20.02.2023 ના રોજ જયપાલ ભાઈ રાજપરા જેવો વિછીયામાં શિવાજી પર હનુમાન મંદિર પાસે રહે છે અને તેઓ તેમના મામાની ઘરે પીપરડી ગામે હતા ત્યારે ફોન આવેલ કે તેમના ભાઈ સંકેતનું થોરીયાળી પીપરડી ગામ વચ્ચે એકસીડન્ટ થયેલ છે અને વિછીયા સરકારી દવાખાને દાખલ કરેલ છે ત્યાં જયપાલ ભાઈ રાજપરા સરકારી દવાખાને પહોંચતા સંકેતને જોતા માથે પાટો બાંધેલો હતો અને જેમાંથી થોડું થોડું લોહી જરતું હતું અને મોઢાના ભાગે વાગેલ હતું ત્યાં પણ લોહી વહેતું હતું. વધુ ઇજા થતાં સંકેતનું હોસ્પિટલમાં જ મૃત જાહેર કર્યો હતો આ તકે સંકેતભાઈ રાજપરા મોટરસાયકલ ઝડપે ચલાવી હેન્ડલ પર કાબુ ગુમાવી દેતા અકસ્માત નિપજ્યો હતો અને સંકેતનું મૃત્યુ થયું હતું.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.