હૈદરાબાદ: નગરપાલિકા દ્વારા મસ્જિદ તોડી પડાતા AIMIMનો ઉગ્ર વિરોધ, ધરણા-પ્રદર્શન શરૂ - At This Time

હૈદરાબાદ: નગરપાલિકા દ્વારા મસ્જિદ તોડી પડાતા AIMIMનો ઉગ્ર વિરોધ, ધરણા-પ્રદર્શન શરૂ


- મુસ્લિમ નેતાઓએ વિધ્વસની નિંદા કરી છે અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકારને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છેહૈદરાબાદ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારમંગળવારે હૈદરાબાદના બાહરી વિસ્તાર શમશાબાદમાં નગરપાલિકાના અધિકારીઓ દ્વારા એક મસ્જિદને તોડવાના વિરોધમાં પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. ગ્રીન એવેન્યુ કોલોનીમાં મસ્જિદ-એ-ખ્વાજા મહમૂદને નગર નિગમના કર્મચારીઓએ સવારે ભારે પોલીસની હાજરી દરમિયાન ધ્વસ્ત કરી દીધુ હતું. આ ઘટનાની સ્થાનિક મુસ્લિમ નિવાસીઓ અને વિભિન્ન દળોના નેતાઓએ સખત વિરોધ કર્યો હતો. એઆઈઆમઆઈ અને એમબીટીના નેતાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.એમબીટી નેતા અમજેદુલ્લા ખાને કહ્યું કે, મસ્જિદનું નિર્માણ 3 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને જુમ્માની નમાજ સહિત રોજની 5 વખત નમાજ અદા કરવામાં આવતી હતી. તેમણે જણાવ્યું કે, શમશાદ ગ્રામપંચાયતની અનુમતિ બાદ 15 એકર જમીન પર ગ્રીન એવેન્યુ કોલોનીનો પ્લોટ અને વેચાણ કરવામાં આવ્યું હતું. દરેક 250 ચોરસ યાર્ડના બે પ્લોટને મસ્જિદ માટેના સ્થળ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા.એક વ્યક્તિ કે જેનું ઘર મસ્જિદની બાજુમાં છે તેમણે અન્ય કેટલાક રહેવાસીઓ સાથે મસ્જિદના બાંધકામ વિરુદ્ધ શમશાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓને ફરિયાદ કરી હતી. MBT નેતાએ કહ્યું કે, આ મામલો કોર્ટમાં હોવા છતાં મ્યુનિસિપલ અધિકારીઓએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી વિધ્વસનો આશરો લીધો. AIMIMના સ્થાનિક નેતાઓએ પણ મહાનગરપાલિકા કચેરી ખાતે ધરણા કર્યા હતા. તેમણે મસ્જિદને તોડી પાડવા અને તાત્કાલિક પુનર્નિર્માણ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી.પોલીસે ત્યારબાદ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી જેનું નેતૃત્વ રાજેન્દ્ર નગર વિધાનસભા વિસ્તારના AIMIM પ્રભારી મિર્ઝા રહમથ બેગ કરી રહ્યા હતા. મુસ્લિમ નેતાઓએ વિધ્વસની નિંદા કરી છે અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકારને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. MBT નેતા ખાને કહ્યું કે, કેસીઆરના નેતૃત્વ વાળી TRS સરકાર ભાજપના યોગી સરકારના પગલે ચાલી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, 2014માં TRS પાર્ટીને સત્તામાં આવ્યા બાદથી તેલંગાણામાં 6 મસ્જિદોને તોડી નાખવામાં આવી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.