શ્રી લાકડિયા પ્રાથમિક કુમાર શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી લાકડિયા પ્રાથમિક કુમાર શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું


ભચાઉ તાલુકાની શ્રી લાકડિયા પ્રાથમિક કુમાર શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. ૩ થી ૮ માં અભ્યાસ કરતા ૬૪ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતાં. પ્રવાસન સ્થળોમાં ભુજ , સ્મૃતિવન, સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ મચ્છોયા સાહેબ એ તમામ આયોજન અંગે માહિતી આપી હતી પ્રવાસમાં બાળકોને તમામ પ્રકારની સુવિધા અને માર્ગદર્શન શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સમયની ચોકસાઈ વિકસે, સ્વાવલંબન, શિસ્ત, મૈત્રી જેવા ગુણો વિકસે તે જરૂરી છે. ઉપરાંત શિક્ષકો દ્વારા અનૌપચારિક રીતે વિદ્યાર્થીઓને જીવન ઘડતરના પાઠ પ્રવાસ દરમિયાન શીખવાતા હોય છે.
બાળકો ચાર દીવાલો કરતા પર્યાવરણ અને પ્રકૃતિમાંથી શીખે છે પર્યાવરણ તો મગજથી શિખાય એના કરતાં વધુ પગથી ફરતા ફરતા શિખાય છે તેમજ બાળકોને વિવિધ સ્થળોનું જ્ઞાન મળી રહે અને સાથે આનંદ-ઉલ્લાસ કરી શકે તેવા મુખ્ય ઉદ્દેશ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત દસ વર્ષથી ફર્સ્ટ એઇડની પ્રાથમિક સારવાર માટેની દવા અને ગોળીઓ પ્રવાસમાં જોડાય એમને માન્યવર ડાહ્યાલાલ વેલજીભાઈ મૂછડિયા સાહેબ તરફથી ફ્રી માં આપવામાં આવે છે તેમજ શાળાના શિક્ષક મહેશભાઇ પંડયા અને મહિલા શિક્ષિકા વિમળાબેન, કમળાબેન અને આચાર્ય પ્રવીણભાઈ મચ્છોયા પ્રવાસમાં જોડાયા હતાં.એસ.એમ.સી. અધ્યક્ષ અને વાલી એ શુભેચ્છા પાઠવી હતી

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.