સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર ન્યાયમંદિર ખાતે ATM મશીનમા તોડફોડ કરી ચોરી કરવાની કોશીશ કરતા ઇસમને ગણતરીના કલાકમાં પકડી પાડતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ...... - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર ન્યાયમંદિર ખાતે ATM મશીનમા તોડફોડ કરી ચોરી કરવાની કોશીશ કરતા ઇસમને ગણતરીના કલાકમાં પકડી પાડતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ……


સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર ધ્વારા સાબરકાંઠા જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ચોરીના ગુન્હા બનતા અટકાવવા તેમજ અને ડીટેક્ટ ગુન્હાઓ શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા તથા ડી.સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ..

તા.૧૧/૦૧/૨૦૨૪ ના રોજ અમો ડી.સ્ટાફ ના માણસો સાથે હિંમતનગર બી ડી પો.સ્ટે એ પાર્ટ નંબર ૧૧૨૦૯૦૫૬૨૪૦૦૨૭/૨૦૨૪ ઇપીકો કલમ-૪૫૭.૩૮૦.૫૧૧.૪૨૭. મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમા હિંમતનગર ન્યાયમંદિર ખાતે બી કે એવન્યુ કોમ્પલેક્ષમા આવેલ પંજાબ એન્ડ સિંધ બેન્કમાં એક અજાણ્યા ઇસમ એ ATM મા પ્રવેશ કરી ધારદાર છરા જેવા હથીયારથી ATM મશીનનુ હુડ તથા ડીસ્પેસર તેમજ સાયરન કેબલ સાથે તોડી નાખી નુકશાન કરી ચોરી કરવાની કોશીશ કરેલ હોય જે બાબતે અમારી સુચનાથી ડી સ્ટાફ ની અલગ અલગ ટીમ બનાવી એક ટીમ સી.સી.ટી.વી.ફુટેજ મેળવવા બેન્કમાં મોકલી આપેલ તેમજ તે કુટેજ આધારે નેત્રમ કમાન્ડ કંટ્રોલ માથી તે ઇસમની ફુટેજ મેળવી તે ઇસમ જે દિશા બાજુ ગયેલ હોય તે દિશામા બીજી ટીમ મોકલી તેમજ ફુટેજ આધારે તેના ફોટા બાતમીદારોને મોકલી ચોર ઇસમની તપાસ કરાવતા ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રામસિંહનાઓને હ્યુમન સોર્સીસ ધ્વારા માહીતી મળેલ કે ATM મા ચોરી કરનાર ઇસમ સંજરનગર પાણપુર પાટીયા ખાતે રહેતો મહોમદસોહેલ અબ્દુલરંજ્જાક રેટીયા છે અને તે હાલમા તે કે.જી.એન હોટલ માળીના છાપરીયા ખાતે ઉભો છે,જેથી ડી.સ્ટાફના માણસોને હકીકતવાળી જગ્યાએ મોકલી આપતા તે ઇસમ સી.સી.ટી.વી.ફુટેજમાં દેખાતો ઇસમ જ હોય જેને કોર્ડન કરી પકડી લઇ તેનુ નામઠામ પુછતા મહોમંદ સોહેલ અબ્દુલરજ્જાક રેટીયા રહે.સંજરનગર,પાણપુર પાટીયા તા.હિંમતનગરનો હોવાનુ જણાવેલ તેની અંગ ઝડતી કરતા આ ગુન્હાના કામે ઉપયોગ કરેલ લોખંડનો છરો તેમજ મોઢા ઉપર પહેરેલ માસ્ક મળી આવેલ હોય..

રાત્રીના પંજાબ એન્ડ સિંધ બેંન્કના ATM મા ચોરી કરવાની કોશીશ કરવાની કબુલાત કરતા હિંમતનગર બી.ડીવિઝન પોલિસ સ્ટેશન એ પાર્ટ નંબર-૧૧૨૦૯૦૫૬૨૪૦૦૨૭/૨૦૨૪ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦.૫૧૧.૪૨૭. મુજબના કામે પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.એન.પટેલ ધ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

આમ,ATM ચોરીની કોશીશનો ગુન્હો ગણતરીના કલાકોમાં ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.કામગીરી કરનાર અધીકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.પંડયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.એન.પટેલ,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર સુરેશભાઇ,દલજીતસિંહ રામસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ લાલસિંહ,અજયસિંહ પ્રહલાદસિંહ,વુમેન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જીનલબા હેમરાજસિંહ (નેત્રમ કમાન્ડ કંટ્રોલ).

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.