આણંદ જિલ્લા કક્ષાના કલાઉત્સવ માં ખોરવાડ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ વિજેતા થયા - At This Time

આણંદ જિલ્લા કક્ષાના કલાઉત્સવ માં ખોરવાડ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ વિજેતા થયા


આણંદ જિલ્લા કક્ષાના કલાઉત્સવ માં ખોરવાડ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ વિજેતા થયા
સમગ્ર શિક્ષા અભિયાન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આણંદ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કલાઉત્સવ તારીખ 25 10 2023 ના રોજ ડી એસ પટેલ હાઇસ્કુલ વલાસણ મુકામે યોજાયો. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તથા શિ.નિ. શ્રી એમ.એમ શેખ તથા મ.શિ.નિ.શ્રી અનિલભાઈ રાઠવા,વલાસણ હાઈસ્કૂલ ના આચાર્ય આર.એન.ખેર ની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં જિલ્લાની શાળાના બાળકોએ ઉત્સાહભેર પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. જેમાં વાદ્ય લોક સંગીત માં સરકારી માધ્યમિક શાળા, ખોરવાડના સિસોદિયા ધ્રુવપાલ પ્રથમ, એકપાત્રિય અભિનય માં પલ્લવીબેન ચૌહાણ દ્વિતીય તથા કંઠ્ય લોકગીત સ્પર્ધામાં મિત્તલબેન ચૌહાણ બીજા નંબરે વિજેતા થયા હતા. શાળાના આચાર્ય ડૉ.આર.એ.દિવાનએ વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવ્યા હતા.
રિપોર્ટર ‌-મહમંદ જે દિવાન કિસ્મત આણંદ તારાપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.