કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે મેળો મોકૂફ રખાવાનો નિર્ણય - At This Time

કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે મેળો મોકૂફ રખાવાનો નિર્ણય


કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે મેળો મોકૂફ રખાવાનો નિર્ણય

વેહલી સવારે કમોસમી માવઠું અને ભારે પવનને કારણે મેળા ગ્રાઉન્ડમાં સ્ટોલ, ડોમ, પોલ સહિતની નુકશાની ના પગલે મેળો મોકૂફ

સોમનાથ તા.૨૬/૧૧/૨૦૨૩,
કાર્તિકી પૂર્ણિમા મેળો ૨૦૨૩ ભારે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે સોમનાથ ગીતામંદિર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ. ત્યારે મેળાના અંતિમ દિવસે વહેલી સવારે ભારે માત્રામાં કમોસમી વરસાદ અને તોફાની પવનના પગલે મેળા ગ્રાઉન્ડ ખાતે ઉભા કરાયેલ સ્ટોલ, પોલ, ડોમ સહિતની વ્યવસ્થાઓને નુકસાન પહોંચ્યું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ મેળા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી કામગીરી કરી રહ્યા છે. ત્યારે વેપારીઓ અને મેળામાં આવનાર સેહલાણીઓની સલામતીને ધ્યાનમાં લઈને આજે કાર્તિકી પૂર્ણિમાએ તા.૨૬/૧૧/૨૦૨૩, રવિવારના રોજ કાર્તિકી પૂર્ણિમાનો પાંચમા દિવસનો મેળો મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે 5 દિવસીય મેળો 1 દિવસ અગાઉ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. ઊલ્લેખનીય છે કે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે રાત્રે મહાઆરતી માટે શ્રીસોમનાથ મંદિર નિયત કાર્યક્રમ અનુસાર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.