શાંતિ નિકેતન સ્કૂલ જસદણમાં ગુરુપૂર્ણિમા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. - At This Time

શાંતિ નિકેતન સ્કૂલ જસદણમાં ગુરુપૂર્ણિમા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.


આજરોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શાળાની અંદર ગુરુપૂર્ણિમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સરસ્વતી પૂજન કર્યા બાદ ગુરુજનોનું પૂજન અને સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાથે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમા વિશે માહિતગાર કર્યા હતા તેમજ શાળાના સંચાલક ડૉ. કમલેશ હિરપરા દ્વારા ગુરુપૂર્ણિમા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જે અંધકાર થી અન્જવાળા તરફ લઈ જાય છે, જે સત્ય અને અસત્ય નો માર્ગ બતાવે છે ,
જે પાપ થી દૂર કરી પુણ્ય તરફ લઈ જાય છે, જે જીવન જીવવાની ની સાચી રીત બતાવે છે, જે સમાજ નુ પૂર્ણ જ્ઞાન આપે છે, દરેક મનુષ્ય ના પહેલા ગુરુ તેના માતા પિતા હોય છે, ત્યારબાદ જેણે દીક્ષા આપી તે, ગુરુ કે જેણે સત્ય સમજાવ્યું, પછી શિક્ષક, અધ્યાપક કે જેણે લખતા વાચતા ની સાથે સામાજિક જ્ઞાન ને સારુ પદ અપાવ્યું, અને બ્રાહ્મણ કે જેણે તમારા લગ્ન કરાવી તમને નવા જીવન ની શરૂઆત કરાવી,
ગુરુ ના ઋણ મા થી મુક્ત થઈ શકાતું નથી, પરંતુ આ દિવસે ગુરુ નુ પૂર્ણ પૂજન કરી એના આશીર્વાદ અવશ્ય લઈ શકાય છે,

Bharat Bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.