મોબાઈલ પડી જતાં પરત અપાવતી બોટાદ પોલીસ . - At This Time

મોબાઈલ પડી જતાં પરત અપાવતી બોટાદ પોલીસ .


મોબાઈલ પડી જતાં પરત અપાવતી બોટાદ પોલીસ .
બોટાદ સી. સી. ટી. વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી મો. સા. માંથી પડી ગયેલ મોબાઈલ પરત અપાવતી ચાલુ બોટાદ પોલીસ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા. ૧૨/૦૯/૨૦૨૨ નાં રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે તા. ૦૭/૦૯/૨૦૨૨ ના સાંજના ૨૦/૦૦ વાગ્યા દરમ્યાન તેઓનો મોબાઈલ તાજપર સર્કલ પાસેથી પસાર થતા ચાલુ મો. સા. માંથી પડી ગયેલ હતો, બાદ ઘણી શોધખોળ કરવા છતાં મોબાઈલ મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી. સી. ટી. વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. શ્રી એ. બી. પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી. સી. ટી. વી. કેમેરાના ફુટેજ ચેક કરતા જ્યોતિગ્રામ સર્કલ લોકેશન પાસે મો. સા. માંથી મોબાઈલ પડતા દેખાઈ આવેલ અને ત્યારબાદ તે મોબાઈલ અન્ય કોઈ અજાણ્યા મો. સા. ચાલકે લીધેલ હોવાનું દેખાઈ આવેલ, ત્યારબાદ તે મો. સા. નો રજી. નં. GJ-33-E-4987 જ્યોતિગ્રામ સર્કલના ANPR કેમેરાની મદદથી શોધી કાઢી તે મો. સા. ચાલકનો ટેલીફોનિક સંપર્ક કરી અરજદારને મોબાઈલ પરત સોંપેલ.
મુદામાલઃ (૧) VIVO કંપનીનો મોબાઈલ કિ. રૂ. ૨૩, ૯૯૦/ કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ: (૧) પો. ઇન્સ. શ્રી જે. વી. ચૌધરી બોટાદ પો. સ્ટે. (૨) પો. સબ. ઇન્સ. શ્રી એ. બી. પરમાર નેત્રમ ઇન્ચાર્જ (૩) અના. પો. કો. જગમાલભાઇ ઈશ્વરભાઇ પરમાર (૪) અના. લો. પંકજભાઈ સામતભાઈ પરમાર (૫) આ. લો. નિકુલસિંહ મનુભા સિંધવ બોટાદ પો. સ્ટે. (૬) આ. સો. સીની. એન્જી. અજય બી. મુળિયા (૭) આ. સો. જુ. એન્જી. કિશન આર. ચૌહાણ

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.