ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું - At This Time

ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાસા હૉલ ખાતે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું


અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત ભામાશા હૉલ ખાતે વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની અઘ્યક્ષતામાં "Celebrating Unity through Sports" થીમ હેઠળ આજનો કાર્યક્રમ યોજાયો.
આજના કાર્યક્રમમાં જિલ્લાનું ગૌરવ અને દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ અપાવનાર બાબુભાઇ પનુચાનું પણ સન્માન કરવામાં આવ્યું. ખેલ મહાકુંભ દરમ્યાન ઉત્કર્ષ પ્રદર્શન કરનાર શાળાઓને પણ પુરસ્કૃત કરવામાં આવી. નેશનલ ગેમમાં જિલ્લાના ૫ વિદ્યાર્થીઓ હોકી રમતમાં ભાગ લેશે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને ફીટ ઈન્ડિયા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. માનનીય મંત્રીશ્રી અને અધિકારીઓએ હોકી, ટેબલટેનીસ, ઝૂડો, દોડ, કબડ્ડી સહિત રમતોને માણી અને વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો. વિદ્યાર્થીઓને સંબોધતા માનનીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે રાજ્યના યુવાધનને રમતગમત પ્રત્યે પ્રેરિત કરવા અને ખેલકૂદ માટે પ્રોત્સાહિત કરવા આપણી સરકારે ખેલાડીઓને ઉચ્ચ વ્યવસ્થા અને તાલીમ આપવાની શરૂઆત કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને આકર્ષવા ખેલ મહાકુંભ યોજવામાં આવે છે. આપના રાજ્યમાં યોજાયો આ પ્રસંગ ખુબજ ગૌરવની બાબત છે. આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી વિદ્યાર્થીઓને અપીલ છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરે તેવી અપેક્ષા છે.વિદ્યાર્થીઓમાં રમતગમત થકી જુસ્સો ઉમેરતા માનનીય ક્લેક્ટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ કહ્યું કે ગુજરાત રાજ્યમાં આ ૩૬મી નેશનલ ગેમ યોજાઇ રહી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.વિદ્યાર્થીઓમાં જુસ્સો જોઈને મને લાગે છે આવનાર ભવિષ્યમાં જીલ્લામાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેશે અને જિલ્લા , રાજ્ય અને દેશનું નામ રોશન કરશે.આજના કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મિના, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન. ડી.પરમાર, જિલ્લા રમતગમત અધિકારી શ્રી મઝર સુથાર, મોડાસા પ્રાંત અધિકારી શ્રી અમિત પરમાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon