ચોટીલાના નવા સુરજદેવળ મંદિરે 1008 બાળકોને સૂર્યનમસ્કાર સાથે યજ્ઞ કરાયો હતો. - At This Time

ચોટીલાના નવા સુરજદેવળ મંદિરે 1008 બાળકોને સૂર્યનમસ્કાર સાથે યજ્ઞ કરાયો હતો.


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ચોટીલા / થાન પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે નવા સૂરજદેવળ મંદિરના પટાંગણમાં 1008 બાળકો દ્વારા સૂર્ય યજ્ઞ (હવન) અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ઘનશ્યામજી આર્યના બ્રહ્મ સ્થાને કરવામાં આવ્યો. આ સૂર્ય યજ્ઞથી સૂરજદેવળ ખાતે નવો ઇતિહાસ રચ્યો.જેમાં સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ સંઘાણી, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીલુભાઈ ધાધલ,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ,મહામંત્રી ગંભીરસિંહ બોરાણા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંપાદક વી. ડી.સુથાર,સંચાલક મંડળના પ્રમુખ મેરુભાઈ ટમાલિયા,પૂર્વ મહામંત્રી દલિચંદભાઈ દલસાણીયા,સંગઠન મંત્રી ડૉ.દીપેન્દ્રભાઈ ધાધલ,ઉપપ્રમુખ રણછોડભાઈ નાંગર,યોગ હેડ કોચ નીતાબેન દેસાઈ, સૂર્ય યુવા ગ્રુપના આગેવાનો જયરાજભાઈ ખાચર,પ્રતાપભાઈ માલા,ઉમાભાઈ ધાધલ,યુવા આગેવાન રસિકભાઈ મેટાળિયા સૂરજદેવળના પૂજારી મુન્ના મારાજ, ચોટીલા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ મેણીયા તેમજ મંત્રી સામતભાઈ પરમાર,થાન પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી દશરથભાઈ મેર,તાલુકા શિક્ષક મંડળીનાં મંત્રીશ્રી મનજીભાઈ મેટાળિયા, ચોટીલા કેળવણી નિરીક્ષક અરુણભાઈ ચાવડા,બી.આર.સી.પ્રકાશભાઈ પરમારે હાજરી આપી આ યજ્ઞ આહુતીના સાક્ષી બની કાર્યક્રમને સફળ બનાવ્યો.તેમજ આ કાર્યક્રમમાં ભોજનના દાતાઓ જીલુભાઇ ધાધલ સાહેબ,કાનભાઈ ભગત તેમજ ચાપરાજભાઈ ભગત દ્વારા આપવામાં આવ્યું હતું.અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમને ચોટીલા તેમજ થાનગઢ તાલુકાના શિક્ષકોએ જેહમત ઉઠાવી હતી.
નવા સુરજદેવળ મંદિરે 1008 બાળકોએ સૂર્યનમસ્કાર તથા યજ્ઞ કરી ને ઇતિહાસ રચ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.