બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 45 મો સ્થાપના દિવસની ઉજવણી કરાય - At This Time

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 45 મો સ્થાપના દિવસની ઉજવણી કરાય


બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 45 મો સ્થાપના દિવસની ઉજવણી કરાય

જિલ્લા પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા ધ્વજ ઝંડા ફરકાવી સુત્રોચાર કર્યા

આજે બોટાદ શહેર ના ગઢડા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને 45 મો ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની ઉજવણી કરાય

6 એપ્રિલ 1980 ના રોજ જનસંઘ માંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સમગ્ર દેશમાં 6 એપ્રિલ ના રોજ ભાજપ દ્વારા સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,પુર્વ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ,જયરાજભાઈ પટગીર,મનહરભાઈ માતરીયા,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,રેખાબેન ડુંગરાણી,મહાસુખભાઈ દલવાડી,રસિકભાઈ ભુંગણી,હરેશભાઈ ધાધલ વગેરે હોદેદારો અને બહોળી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યલય ખાતે ધ્વજ ઝંડા ફરકાવી સુત્રોચાર કરી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.