અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે148મી જન્મજ્યંતી - At This Time

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે148મી જન્મજ્યંતી


આજે રાષ્ટ્રીય એકતા દિવસ હોય ચરોતરમાં જન્મેલા લોહ પુરુષનું બિરુદ મેળવેલ સરદાર પટેલ વિશે થોડી માહિતી.

 

આણંદ જિલ્લામાં કરમસદનાં ખેડૂત પરિવારમાં સરદાર પટેલનો મોસાળ નડિયાદ ખાતે જન્મ (1875)
મરણોત્તર ‘ભારતરત્ન’ એવોર્ડ (1991)થી સન્માનિત સરદારે દેશનાં જાહેરજીવનમાં (1917-50) 33 વર્ષનાં સમયગાળામાં જે કાર્ય કર્યું છે તેનું મૂલ્યાંકન સંપૂર્ણપણે કરવું સહેલું નથી, ગાંધીજીની આઝાદીની લડતમાં જે સિદ્ધિ પ્રાપ્ત થઇ છે તેમાં સરદારનો સિંહફાળો રહેલો છે
તેઓ સફળ ખેડા સત્યાગ્રહનાં મુખ્ય સૂત્રધાર રહ્યા, નાગપુર ઝંડા સત્યાગ્રહમાં વિજય મેળવ્યો, બોરસદ સત્યાગ્રહ સફળ બન્યો ને બારડોલી સત્યાગ્રહમાં સફળતા સાથે ‘સરદાર’નું બિરુદ મળ્યું
સરદાર પટેલ અને તેમનાં સચિવ વી.પી.મેનને વ્યવહારુ બુદ્ધિથી 565 દેશી રાજ્યોનું ભારતસંઘ સાથે વિલિનીકરણ કર્યું, જુનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ રાજ્યોને 17મી સપ્ટેમ્બર, 1948 સુધીમાં ભારતસંઘમાં જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું જે જગતનાં ઇતિહાસમાં એક અપૂર્વ ઘટનાં છે 
ગુજરાતમાં નર્મદા નદી ઉપરનાં સરદાર સરોવર ડેમ નજીક સાધુબેટ પર ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું સરદાર પટેલની 143મી જન્મજયંતી (2018) નિમિત્તે ઉદ્ઘાટન કરાયું, જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા (ધારાસભ્યોની સંખ્યા જેટલી) 182 મીટરની ઊંચાઈની છે


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.