શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું


શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

વિવિધ હેતુ માટેના લખાણના અક્ષરોને સુંદર આકર્ષક મરોડમાં તથા સુશોભનો સાથે અલંકૃત રૂપે પ્રસ્તુત કરવાની કળા એટલે સુલેખન.શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ)ખાતે સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૩ થી ધોરણ-૧૦ ના ૨૩૦ જેટલાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.જેમા દરેક વિદ્યાર્થીઓએ માતૃભાષામાં સુલેખન કર્યું હતું.તેમાં દરેક ધોરણમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં પ્રમુખ વિનોદભાઈ કાલસરિયા,મંત્રી વિજયભાઈ ઘાઘરેટિયા,આચાર્ય અરવિંદભાઈ બાવળીયા,ઈન્ચાર્જ વિપુલકુમાર ડેરવાળિયા તેમજ શૈક્ષિણક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ખુબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.