રાજ્યના નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાતમાંથી 80 ટકા જરૂરિયાત સંતોષીને નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ રહી છે : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ - At This Time

રાજ્યના નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાતમાંથી 80 ટકા જરૂરિયાત સંતોષીને નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ રહી છે : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ


રાજ્યના નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાતમાંથી 80 ટકા જરૂરિયાત સંતોષીને નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ રહી છે : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

*ચાલુ વર્ષે રાજ્યને મળવા પાત્ર ૯ મીલીયન એકર ફીટની જગ્યાએ ૧૦.૪૧ મીલીયન એકર ફીટ એટલે કે વધારાનું ૧.૪૧ મીલીયન એકર ફીટ નર્મદાનું પાણી મળશે : ગુજરાતના ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
આ બજેટમાં ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જીલ્લાના લગભગ ૫ લાખ હેકટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી નહેરોનું માળખું સુવ્યવસ્થિત કરી તેની વહનક્ષમતામાં સુધારો કરવાનો સંકલ્પ ગુજરાત સરકારે કર્યા છે*
¤ નર્મદા યોજનાની કામગીરી પૂર્ણતાના આરે
¤ આપણી જીવાદોરી નર્મદા યોજનાને રાજકીય વિષય ન બનાવીએ; નર્મદા મૈયાનું એક એક ટીપું પાણી ખેડૂતના ખેતર સુધી પહોચે તે માટે પ્રત્યેક ગુજરાતીને સંકલ્પબધ્ધ બનવા મંત્રીશ્રીનું આહવાન
¤ નર્મદા વિભાગની માંગણીઓ વિધાનસભાગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી

કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં જણાવ્યું હતુ કે, ગુજરાતની સમૃઘ્ઘિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઈ જળવિઘુત ઉત્પાદન, પીવા પાણી અને ઔઘોગિક વપરાશ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સંબંઘી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.

નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ચાલુ Water Year માં રાજ્યને માળવા પાત્ર ૯ મીલીયન એકર ફીટની જગ્યાએ ૧૦.૪૧ મીલીયન એકર ફીટ એટલે કે ૧.૪૧ મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાની જોગવાઇ કરી છે.જેનાથી ગુજરાતના ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આમ, ગુજરાતની પ્રજાની પીવાની પાણીની જરૂરીયાતમાંથી ૮૦ ટકા જેટલી જરૂરીયાત નર્મદાના પાણીથી પૂરી પાડવામાં આવે છે. જેમાં ૭ મહાનગરો, ૧૯૯ નગરો તથા ૧૧,૯૫૧ ગામોનો સમાવેશ થાય છે.

પાકને બચાવવા માટે જેટલું ઓછામાં ઓછું પાણી જરૂરી હોય તેટલું જ પાણી આપી શકાય તે માટે પ્રોટેકટીવ ઈરીગેશન યોજના અમલી છે. જેના કારણે જે જમીન અગાઉ માત્ર એક જ પાક આપી શકતી હતી. વરસાદી ખેતી આધારીત તે જ જમીન આજે બે નિશ્ચિત પાક આપતી થઈ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

નર્મદા યોજનાની કામગીરી પૂર્ણતાના આરે છે. નર્મદા મુખ્ય નહેર શરૂઆતમાં ૧૧૩૩ ધનમીટર પ્રતિ સેકન્ડની વહનક્ષમતા ધરાવનારી ૪૫૮ કિ.મી લાંબી છે જે એક મોટી નદી જેટલી છે તેનું કામ લગભગ ૧૦ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ આ વર્ષની વિગતો આપતા જણાવ્યું હતું કે, જાન્યુઆરી-૨૦૨૪ સુધી પ્રશાખા નહેરો (માઈનોર નહેરો) સુધીના કામો પૂર્ણ કરી કુલ ૧૭.૨૧ લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા અને પ્ર-પ્રશાખા નહેર (સબ-માઈનોર નહેર) સુધી ૧૫.૫૩ લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે. માર્ચ-૨૦૨૪ પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ચાલુ રાખવાનું આયોજન છે.

મંત્રીશ્રીએ નર્મદા યોજનાનો સંપૂર્ણ લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટેનો રોડમેપ રજૂ કરતા ઉમેર્યુ હતુ કે, નર્મદા યોજના વિશ્વની સૌથી વિશાળ યોજનાઓ પૈકીની એક છે. આ યોજનાના સુનિયોજીત આયોજન સાથેના સંચાલન માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે.

વડાપ્રધાનશ્રીએ આપેલા Per drop More crop (પર ડ્રોપ મોર કોપ)ના મંત્ર થી પ્રેરણા લઈ નહેરોની વહનક્ષમતા સુધારી Water losses (વોટર લોસીસ) ઓછા કરી વધુમાં વધુ વિસ્તાર સુધી નહેરોનું પાણી પહોંચે તેનો એક પાયલટ પ્રોજેકટનો પ્રથમ તબક્કો બનાસકાંઠામાં ગત વર્ષે પૂર્ણ થયો છે.

ચાલુ વર્ષે તેનાથી બનાસકાંઠામાં ૨૧% જેટલો વધુ વિસ્તાર સિંચાઈ મેળવી શક્યો છે જેના સાક્ષી થરાદ, વાવ અને સૂઈ ગામના ખેડૂતો છે.
આ બજેટમાં ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જીલ્લાના લગભગ ૫ લાખ હેકટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી નહેરોનું માળખું સુવ્યવસ્થિત કરી તેની વહનક્ષમતામાં સુધારો કરવાનો સંકલ્પ ગુજરાત સરકારે કર્યા છે. પાણીના ટીપે ટીપાનો જવાબદારી સાથે ઉપયોગ થાય તે માટે નહેરોના માળખાને અત્યાધુનિક ફ્લોમીટરથી સજ્જ કરવાની કામગીરી પણ ચાલુ વર્ષે પ્રારંભ થનાર છે.

નર્મદા વિભાગની માંગણીઓ વિધાનસભાગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.

નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂા.૪,૭૯૮ કરોડની સૂચિત જોગવાઇ કરા

• કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે રૂા.૭૬૫ કરોડ
• નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે રૂા.૫૯૦ કરોડ
• અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા રૂા.૩૦૦ કરોડ
• નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે રૂા.૧૮૬ કરોડ અને ગરુડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે રૂા.૧૩૬ કરોડની જોગવાઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.