મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમ લુણાવાડા આદર્શ વિદ્યાલય હોલ ખાતે યોજાયો - At This Time

મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમ લુણાવાડા આદર્શ વિદ્યાલય હોલ ખાતે યોજાયો


શ્રાવણી પૂર્ણિમાએ ઉજવાતા ‘રક્ષાબંધન’ અને ‘યજ્ઞોપવિત સંસ્કાર’ જેવાં પવિત્ર પર્વોમાં હાથે બંધાતી ‘રાખડી’ અને દેહ પર ધારણ કરાતી જનોઇના તંતુઓના તાણાવાણામાં પણ અનેક સામાજિક અને ધાર્મિક મૂલ્યો વણાયાં છે.

મોટી સંખ્યામાં ભૂદેવોએ પવિત્ર પર્વે નૂતન ધારણ કરી યજ્ઞોપવિત

રક્ષાબંધન પર્વ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા સમૂહ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો કાર્યક્રમ લુણાવાડા આદર્શ વિદ્યાલય હોલ ખાતે યોજાયો હતો. શાસ્ત્રોક્ત વિધિથી આયોજિત આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ જગદીશભાઈ મહામંત્રી રાજુભાઇ જોશી લુણાવાડા ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક, લુણાવાડા નગર પ્રમુખ બકુલભાઇ મહામંત્રી જીગર પંડ્યા, સહિત મોટી સંખ્યામાં ભૂદેવોએ પવિત્ર પર્વે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો. કાર્યક્રમ બાદ લુણાવાડા પરશુરામ ચોક ખાતે આરાધ્ય દેવ ભગવાન પરશુરામને પુષ્પ માલા અને યજ્ઞોપવિત અર્પણ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.