રાજકોટમાં ફટાકડાના ધૂમાડાથી સૌથી વધુ AQI 286 જામટાવર વિસ્તારમાં નોંધાયો, 200થી વધુ આંક હવાને ઝેરી બનાવે - At This Time

રાજકોટમાં ફટાકડાના ધૂમાડાથી સૌથી વધુ AQI 286 જામટાવર વિસ્તારમાં નોંધાયો, 200થી વધુ આંક હવાને ઝેરી બનાવે


રાજકોટમાં આમ પણ શિયાળાના સુકા હવામાનમાં ધૂળ અને ધુમાડાના કારણે હવાની ગુણવત્તા નબળી પડતી હોય છે. ત્યારે ગત દિવાળીની આખી રાત આતશબાજી અને ફટાકડાના અવાજો વચ્ચે પ્રદૂષણનું વર્ષનું સર્વાધિક પ્રમાણ નોંધાયું હતું. જામટાવરે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)આંક રાત્રિના નવ-દસ વાગ્યે જ 286એ પહોંચી ગયો હતો અને બપોરના સમય કરતા ચાર ગણુ પ્રદૂષણ નોંધાયું હતું. જો AQI 0થી 100 સુધી હોય તો શહેરની હવા શુદ્ધ છે તેવું માની શકાય. પરંતુ આ આંક 100થી ઉપર જાય તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડુ વધારે છે તેવું કહી શકાય. તેમજ AQI આંક 200થી વધારે નોંધાય તો એવું માની શકાય કે હવામાં વધારે પ્રમાણમાં પ્રદૂષણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.