વડોદરામાં ભાજપ નેતાએ ઝાડુને પનોતી કહેતા વિવાદ. - At This Time

વડોદરામાં ભાજપ નેતાએ ઝાડુને પનોતી કહેતા વિવાદ.


વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં આમ આદમી પાર્ટીએ તેના આક્રમક પ્રચાર સાથે પગ પહેસારો કર્યો છે . જેના કારણે 27 વર્ષથી ભાજપમાં શાસન કરતી ભાજપાના પરસેવા છૂટ્યા છે . ત્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખે તેમના સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ ભારે ચર્ચા જગાવી છે . શહેર પ્રમુખે ચાર રસ્તા પર મુકેલા કચરો અને ઝાડુનો ફોટો પોસ્ટ કરી લખ્યું છે કે ‘ આને પનોતી કહેવાય . ’ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી અને આમ આર્મી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળશે તેમ લાગી રહ્યું છે . બીજી તરફ ભાજપના અગ્રણી નેતાઓ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાશે તેઓ દાવો કરી રહ્યા પરંતુ જે રીતે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પૂર્વે જ પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અવરજવર કરી રહ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે આમ આદિ પાર્ટી ભાજપને નુકસાન પહોંચાડી શકે છે . તે નુકસાનને ઓછું કરવા હવે ભાજપના કેન્દ્રની ટીમો કામે લાગી છે . સામાન્ય રીતે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પર વધુ મજબૂત મનાય છે . ત્યારે વડોદરા શહેર પ્રમુખે સોશિયલ મીડિયા પર ફોટો સાથે કરેલી પોસ્ટ ભારે ચર્ચામાં છે . તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાર રસ્તા પર મુકાયેલા ઝાડુ અને કચરાનો ફોટો શેર કર્યો છે . જેના પર ‘ આને પનોતી કહેવાય ’ તેવું સૂચક લખાણ લખ્યું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon