તલોદનો તાલુકાકક્ષાનો “ તાલુકા આરોગ્ય મેળો" યોજાયો - At This Time

તલોદનો તાલુકાકક્ષાનો “ તાલુકા આરોગ્ય મેળો” યોજાયો


તલોદનો તાલુકાકક્ષાનો “ તાલુકા આરોગ્ય મેળો" યોજાયો

તલોદ તાલુકાનો તાલુકા કક્ષાનો “ તાલુકા આરોગ્ય મેળો “ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ વી. ઝાલાના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સાબરકાંઠાની પ્રેરક ઉપસ્થિતીમાં ઉપસ્થિતીમાં “તલોદ નગરપાલિકા હૉલ“ ખાતે યોજાયો હતો.
આ આરોગ્ય મેળામાં સા. આ. કે. તલોદના તેમજ તલોદની ખાનગી હૉસ્પિટલોના વિવિધ રોગોના તજજ્ઞ ડૉક્ટરશ્રીઓ અને પ્રા. આ. કેન્દ્રોના મેડિકલ ઑફિસરશ્રીઓ દ્વારા આ આરોગ્ય મેળામાં આવેલ લાભાર્થીઓની તપાસ અને સારવાર આપવાની કામગીરી ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે બજાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા એન.સી.ડી. સ્ક્રિનિંગ, યોજનાકીય સેવાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આભા કાર્ડ જનરેશન, લેબોરેટરીની તપાસ અને જરુરી તમામ પ્રકારની દવાઓ લાભાર્થીઓને આપવામાં આવી હતી. તાલુકાની આર.બી.એસ.કે. ટીમો દ્વારા બાળકોની સ્ક્રિનિંગની કામગીરી તેમજ પોષણ વિષયક સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તલોદ તાલુકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આ આરોગ્ય મેળામાં સમતોલ આહાર વિષે માર્ગદર્શન આપેલ તેમજ વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં સગર્ભાઓને મહાનુભાવોના હસ્તે એક કિલો મગ, એક કિલો ચણા અને ખજૂરની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલુકા આરોગ્ય મેળામાં કુલ ૧૫૧ સગર્ભા માતાઓ, ૬૯ બાળકો તેમજ વિવિધ રોગોના ૫૭ દર્દીઓ તેમજ એન.સી.ડી. સ્ક્રિનિંગના લાભાર્થી ૯૭ મળીને કુલ ૩૬૪ જેટલા લાભાર્થીઓએ આરોગ્ય મેળાનો લાભ લીધો હતો. ૨૮ લાભાર્થીઓને પી. એમ. જે. એ. વાય. કાર્ડ તેમજ ૩૪ લાભાર્થીઓને આભા કાર્ડ એનરોલમેન્ટ કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય મેળાનું સફળતમ આયોજન તાલુકા હેલ્થ ઑફિસરશ્રી ડૉ. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી તેમજ પ્રા. આ. કે. ના કર્મચારીઓ દ્વારા સુચારું રૂપે કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.