વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગોસા(ઘેડ) આવતાં ઉષ્માભર્યુ સ્વાગત શરણાઈ- ઢોલ વગાડી કરવામાં આવ્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h4unqo4fdn2y60l2/" left="-10"]

વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગોસા(ઘેડ) આવતાં ઉષ્માભર્યુ સ્વાગત શરણાઈ- ઢોલ વગાડી કરવામાં આવ્યુ


સરકારી કલ્યાણકારી વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પ્રતિભાવો દ્રારા આભારની લાગણી વ્યક્ત થઈ. તેમજ લાભાર્થીઓને કીટ પ્રમાણપત્રનુ વિતરણ કરાયુ

ગોસા(ઘેડ) તા.૨૪/૧૧/૨૦૨૩
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ મળે તે માટે સરકાર સતત કાર્યરત છે ભારત સરકાર દ્રારા પ્રજાલક્ષી કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારવા તેમજ તમામ લાભાર્થીઓને અને નાગરિકો સુધી સરકારી લાભો પહોંચાડવા અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો શુભરંભ થયેલ છે ત્યારે પોરબંદર જીલ્લામાં પણ રથયાતત્રાનો પ્રારંભ ગઈ કાલે તા.૨૩ ના રોજ ટુકડા-ગોસા ગામે થી થયો છે, આ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગોસા(ઘેડ) ગામે બપોરના ૩ વાગ્યાના સુમારે આવી પહોચતાં તેમનું ઢોલ-શરણાઈ ના નાદે ઉષ્માભર્યુ સ્વાગત ગોસા(ઘેડ) ગ્રામ પંચાયત અને બહોળી સંખ્યામાં ઉભસ્થિત રહી માંગલીક પ્રસંગ હોય તેવો ઢોલ-શરણાઈ ના નાદે કરવામાં આવ્યુ હતું.
વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ગોસા(ઘેડ) આવતાં રથયાત્રામાં સામેલ પોરબંદર તાલુકા વિકસ અધિકારી મકવાણા સાહેબ,ગામના સરપંચ વાઘાભાઈ કોડીયાતર,ઉપ સરપંચ પોલાભાઈ આગઠ, ડો.સીમા પોપટીયા,ડો.ભગીરથ રાતીયા, મહીલા બાળવિકાસના કારાવદરાભાઈ સહિતના મહાનુભાવોનું કુમારિકા નેહલબેન ઓડેદરા દ્રારા કુમ કુમ તિલક સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં શહેરી વિસ્તાર માટે તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સરકારની કુલ ૧૭ યોજનાઓનો સમાવેશ થાય છે સરકારી કલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના,પીએમ ઉજ્વલા યોજના,પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ સન્માન યોજના, પોષણ અભિમાન ,હર ઘર જીવન મિશન યોજના ,દિન દયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના ,અટલ પેન્શન યોજના ,નિર્ણય ફર્ટીલાઇઝર યોજના ,સ્વામિત્વ યોજના, જન ધન યોજના ,પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની વિવિધ સત્તર યોજનાઓને આવરી લેવામાં આવી હતી અને તેનો લાભા કઈ રીતે કાયા મળે છે તેની વિસ્તુત માહીતી આપવામાં આવી હતી.
વિકસિત ભારતના સંકલ્પ ને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ યાત્રાના માધ્યમથી છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે પોરબંદરના ઘેડ વિસ્તારના ગોસા(ઘેડ ખાતે આ રથયાત્રાનો આવતાં તેને મર્મ સાથે ઓપનીંગ મુવી સાથે રથ યાત્રામાં સામેલ માન. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના રેકોર્ડ કરેલ સંદેશા ને સમગ્રજનતાએ નિહાલ્યો હ્તો. સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓને જાણકારી આપી હતી
આ કાર્યક્રમાં સરકાર ની વિવિધ લોકભીમુખ યોજનાઓ ના લાભ લીધેલ અને લાભાર્થીઓને તેમના જીવનમાં આવેલ પરિવર્તન વર્ણવતા મિશન મંગલમ યોજના અન્વયે સખી મંડળના ગ્રુપ બનાવી લાભ મળવેલ લાભાર્થી ગોસ્વામી જલ્પાબેન, આગણવાડી માંથી પુર્ણા યોજના અન્વયે લાભ મળવેલ લાભાર્થી હેતલબેન ઓડેદરા, ક્રુષિ લક્ષી આઈ ખેડુત પોર્ટલ પરથી ખેત યાંત્રિક યોજારો ખરીદી યોજના અન્વયે લાભ મળવેલ લાભાર્થી સિધ્ધરાજસિંહ જેઠવાએ પોતાને મળેલ સહાય અને સરકરી લાભો મળતા ખુશી વ્યક્ત કરાઈ હતી. જ્યારે આરોગ્ય લક્ષી યોજના અનવ્યે પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડના લાભાર્થી અરભમભાઈ કારાભાઈ આગઠ ગોસા ગામે વિકસિત ભારતના સંકલ્પ યાત્રાને આવકારી જણાવ્યુ હતુ કે પ્રધાન મંત્રી આયુષ્યમાન કાર્ડ અમારા જેવા સામાન્ય પરિવારજનો માટે આશીર્વાદરૂપ છે. મારા પિતાને નળી બ્લોક થાઈ જતાં અને ઓપરેશન ની જરૂરિયાત ઉભી થતા તેનો ખર્ચ બહુ આવે તેમ હતો ત્યારે મે આ બાબત ગોસા ગ્રામ પંચાયતમા વિરમભાઈ ને વાત તેઓએ તુરત જ આયુષ્યમાન કાર્ડ કાઢી આપેલ અને તેના લીધે મારે મારા પિતાના ને બ્લોક નળીનું સફળ ઓપરેશન નિ:શુલ્ક થયેલ. જો મારી પાસે આયુષ્યમાન કાર્ડ ન હોત તો મારો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાત. ત્યારે હું સૌ ગ્રામજનો ને અપીલ કરૂ છુ કે તમો પણ આયુષ્યમાન કઢાવી લેજો. લાભાર્થીઓએ સરકારશ્રીની લભાલભ આપતી યોજનાનો લાભ મળતી ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમની આભાર વિધી ગોસાના તલાટી કમ મંત્રી આરતીબેન મકવાણાઈ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા ઉપ સરપંચ પોલાભાઈ આગઠ. તલાટી મંત્રી આરતીબેન મકવાણા, વિરમભાઈ આગઠ, સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર વિરમભાઈ કે. આગઠ ગોસા(ઘેડ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]