રાજકોટ શહેરમા કોરોનાના 27 કેસ અને ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા, શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 289 પર પહોચી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h1krvzcs84kphujt/" left="-10"]

રાજકોટ શહેરમા કોરોનાના 27 કેસ અને ગ્રામ્યમાં 9 નવા કેસ નોંધાયા, શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 289 પર પહોચી


રાજકોટ શહેરમાં આજે કોરોનાના નવા 27 કેસ અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં 62 અને રાજકોટ ગ્રામ્યમાં 29 દર્દીને રજા આપવામાં આવી. રાજકોટ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 289 પર પહોચી ગઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા તરફથી મળતી વિગત મુજબ મનપા વિસ્તારમાં આજ સાંજ સુધીમાં કુલ 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરના અત્યાર સુધીના કુલ સંક્રમિતોની સંખ્યા 65036 થઈ છે. હાલ સારવાર હેઠળ 289 દર્દી છે, આજે 62 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 4534 પર પહોચ્યો છે. આ પૈકી 18 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 4516 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,48,768 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,987 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કુલ 200592 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.95 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.77 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 161, વડોદરા શહેરમાં 36, સુરત શહેરમાં 31, રાજકોટ શહેરમાં 27, કચ્છમાં 20, અમરેલીમાં 16, મહેસાણામાં 16, વડોદરા ગ્રામ્યમાં 15, સુરત ગ્રામ્યમાં 14, મોરબીમાં 13, દ્વારકામાં 11, વલસાડમાં 10, ગાંધીનગર શહેરમાં 9, નવસારીમાં 9, રાજકોટ ગ્રામ્યમાં 9, જામનગર શહેરમાં 7, પંચમહાલમાં 7, પોરબંદરમાં 6, ભરૂચમાં 5, ગાંધીનગર ગ્રામ્યમાં 5, ભાવનગર શહેરમાં 5, સુરેન્દ્રનગર ગ્રામ્યમાં 4, તાપીમાં 4, અમદાવાદ ગ્રામ્યમાં 3, બનાસકાંઠામાં 3, પાટણમાં 3, જામનગર ગ્રામ્યમાં 2, ખેડામાં 2, સાબરકાંઠામાં 2, આણંદમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર ગ્રામ્યમાં 1 અને ગીરસોમનાથમાં 1 કેસ સામે આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]