સાબરકાંઠા જિલ્લામાં-: ઓવરબ્રીજની કામગીરી આરંભાઈ,હિંમતનગરની હાથમતી નદી પર ત્રીજો ઓવર બ્રીજ 180 મીટરનો બનશે,વર્ષોની સંતોષાયેલી માંગણી મંજુર થયા બાદ કામગીરી શરૂ.... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: ઓવરબ્રીજની કામગીરી આરંભાઈ,હિંમતનગરની હાથમતી નદી પર ત્રીજો ઓવર બ્રીજ 180 મીટરનો બનશે,વર્ષોની સંતોષાયેલી માંગણી મંજુર થયા બાદ કામગીરી શરૂ….


સાબરકાંઠા જિલ્લામાં-: ઓવરબ્રીજની કામગીરી આરંભાઈ,હિંમતનગરની હાથમતી નદી પર ત્રીજો ઓવર બ્રીજ 180 મીટરનો બનશે,વર્ષોની સંતોષાયેલી માંગણી મંજુર થયા બાદ કામગીરી શરૂ......
-----------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના-: હિંમતનગરથી પરબડા જવા માટેનો હાથમતી નદી પર ત્રીજો 180 મીટર લાંબો ઓવરબ્રીજની કામગીરીનો પ્રારંભ થયો છે.ચોમાસામાં નદીમાં પાણી આવતા મોતીપુરા બાયપાસના ઓવરબ્રીજ પર થઈને ફરીને જવું પડતું હતું.જેને લઈને વર્ષોની સંતોષાયેલી માંગણી મંજુર થયા બાદ કામગીરી શરુ થઇ છે..

ચોમાસામાં હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા ભોલેશ્વર મહાદેવ મંદિર અને પરબડા જવાના બેઠા પુલ પરથી પાણી પસાર થતા બેઠો પુલ બંધ કરવામાં આવતો હતો.જેને લઈને મોતીપુરાથી ઇડર બાયપાસ રોડ પર થઈને લાંબુ ફરીને જવું પડતું હતું.કેટલાક કિસ્સામાં બેઠા પુલ પરથી પાણીમાંથી જોખમે પસાર થતા દુર્ઘટનાઓ પણ સર્જાતી હતી.જેને લઈને વર્ષો જૂની ઓવરબ્રીજ બનવવાની માંગણી હતી.જે સરકાર દ્વારા મંજુર કરવામાં આવી હતી..

હિંમતનગરથી પરબડા અને ભોલેશ્વર માટે હાથમતી નદી પર 180 મીટર લાંબો અને 16 મીટર પહોળો બંને સાઈડ ફૂટપાથ વાળો ઓવરબ્રીજ મંજુર થઇ ગયો છે.કામગીરી શરુ થઇ છે.આ અંગે હિંમતનગર માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર વી.એમ.ભાવસાર અને મદદનીશ ઈજનેર જયેન્દ્રસિંહ સોનગરાએ જણાવ્યું હતું કે હાથમતી નદી પર ફૂટપાથ સાથેનો 180 મીટર લાંબો ઓવરબ્રીજ અંદાજીત 14.53 કરોડના ખર્ચે અગામી 18 મહિનામાં પૂર્ણ થશે.જેની કામગીરી પ્રગતિ આગામી ગણતરીના દિવસોમાં શરુ થશે.પુલ બનતા લાંબુ ફરવું નહિ પડે અને શહેરીજનોની સગવડમાં વધારો થશે.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.