ગુજરાત હાઇકોર્ટ: એન્જિનીયર તરીકેની લાયકાત ધરાવનારને વર્કમેન ના ગણાય

ગુજરાત હાઇકોર્ટ: એન્જિનીયર તરીકેની લાયકાત ધરાવનારને વર્કમેન ના ગણાય


અમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારએન્જિયરની લાયકાત ધરાવતા વ્યકિતને કામદાર(વર્કમેન) ગણી શકાય નહી એમ ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે. આ સાથે જ હાઇકોર્ટે ભરૂચ લેબર કોર્ટના આ અંગેના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, લેબર કમિશનર આ વિવાદને લેબર કોર્ટ અથવા ઔદ્યોગિક કાયદા હેઠળ ચલાવવા માટે રિફર કરી શકે નહી. એન્જિનીયરને વર્કમેન તરીકે વ્યાખ્યાન્વિત કરતાં ભરૂચ લેબર કોર્ટના હુકમને હાઇકોર્ટે રદ કર્યોકંપનીમાં શીફ્ટ એન્જિનીયર અને સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવતાં એક કર્મચારીને ભરૂચ લેબર કોર્ટે ૨૦૦૭માં વર્કમેન તરીકે વ્યાખ્યાન્વિત કરી તેને પાછલી તારીખથી નોકરીમાં પુન:સ્થાપિત કરી જરુરી લાભો આપવા અંગેના હુકમ કર્યો હતો. જેનાથી નારાજ કંપની દ્વારા લેબર કોર્ટના આ હુકમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કંપની તરફથી રજૂઆત કરાઇ હતી કે, વર્કમેન તરીકે દાવો કરનાર વ્યકિત એન્જિનીયરની લાયકાત ધરાવે છે અને તગડો પગાર મેળવે છે, જેથી તેને ઔદ્યોગિક કાયદાની જોગવઇ હેઠળ વર્કમેન ગણી શકાય નહી. લેબર કોર્ટનો હુકમ અયોગ્ય અને ભૂલભરેલો છે. અગાઉ આ કર્મચારીને ૧૯૯૧માં નોકરીમાંથી હાંકી કઢાતાં સમગ્ર મામલો લેબર કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે કંપનીની અરજી મંજૂર કરી દાવો કરનાર કર્મચારી તેની ફરજનો પ્રકાર અન પગાર જોતાં વર્કમેનની વ્યાખ્યામાં આવતો નથી તેવુ સ્પષ્ટ ઠરાવ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »