નેશનલ હેલ્થ પોલિસીનો અમલ કરવામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ : કોંગ્રેસ - At This Time

નેશનલ હેલ્થ પોલિસીનો અમલ કરવામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ : કોંગ્રેસ


- ગુજરાતમાં કુપોષણને કારણે બાળક અને માતાનો મૃત્યુદર વધુ છે: કોંગ્રેસવડોદરા,તા.27 ઓગષ્ટ 2022,શનિવારકેન્દ્ર સરકાર ની નેશનલ હેલ્થ પોલિસીનો અમલ કરવામાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ નિવડી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો દરેક સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્ય આપવામાં આવશે તેમ જ હૃદય રોગના હોય કે કિડનીના મોંઘા ઓપરેશનો પણ વિનામૂલ્ય કરવામાં આવશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.વડોદરા ખાતે કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની નેશનલ હેલ્થ પોલીસી પ્રમાણે હાલની વસ્તી મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલો નું માળખું વિસ્તારવું જોઈએ તે વિસ્તારવામાં ગુજરાતની સરકાર નિષ્ફળ નિવડી છે. ગુજરાતના માત્ર રાજકોટ શહેરમાં એઈમ્સ હોસ્પિટલને મંજૂરી આપવાને બદલે ગુજરાતના ચાર ઝોનમાં એઈમ્સ હોસ્પિટલની જાહેરાત મોદી સરકારે કરવી જોઈએ. એટલું જ નહીં કોરોના કાળમાં પણ લોકોને આરોગ્યની સુવિધા પહોંચાડવામાં નિષ્ફળ જવાને કારણે ગુજરાતમાં ત્રણ લાખ કોરોના દર્દીના મોત નીચ્યા છે. તેઓના પરિવારજનોને રૂ.4,00,000 ની સહાય આપવાની માંગણી કોંગ્રેસે કરી હતી તેની સામે ગુજરાત સરકારે માત્ર રૂપિયા 50,000 ની જાહેરાત કરી હતી ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો દરેક પરિવારને રૂ.4 લાખની સહાય આપવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં કુપોષણમાં બાળક અને માતાનો મૃત્યુદર વધુ છે અને દેશમાં પ્રથમ એક થી પાંચમાં આવે છે ત્યારે કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો તંદુરસ્ત બાળક તંદુરસ્ત માતા અને તંદુરસ્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ ગુજરાત કોંગ્રેસે કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.