જૂનાગઢ પોલીસે સિનિયર સિટીઝન અરજદારને પોતાની દુકાનનો કબ્જો પરત અપાવ્યો - At This Time

જૂનાગઢ પોલીસે સિનિયર સિટીઝન અરજદારને પોતાની દુકાનનો કબ્જો પરત અપાવ્યો


જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારાસામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે

જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં રહેતા અને વેપારીની દુકાન માં નોકરી કરીને પોતાના કુટુંબનું જીવન ગુજરાન ચલાવતા 60 વર્ષીય સિનિયર સીટીઝનએ પોતાની પત્ની કે જે ઘરકામ કરે છે, તેની સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાને સંતાનમાં ત્રણ દીકરીઓ જ હોઈ, પોતે રીટાયર્ડ હોવા છતાં, જીવન ગુજરાન ચલાવવા આ ઉંમરે મામૂલી પગારમાં નોકરી કરતા હોઈ, પોતાની દીકરીઓ યુવાન થતા, લગ્ન કરવાના હોઈ, પોતાનું મકાન વહેંચવાનું છે. પોતાના પાસે પોતાના મકાન સિવાય કોઈ મિલકત નથી. પરંતુ, પોતાના બાપ દાદા વખતથી પોતાના મકાનની નીચે આવેલ મકાનનો મોટા ભાગનો હિસ્સો એવું ગોડાઉન ભાડાની આવક થાય તેવા હેતુથી, 50 થી 60 વર્ષ પહેલા જુના ભાડે વેપાર કરતા પોતાની જ જ્ઞાતિના ભાડુઆતને ભાડે આપી હતી, ભાડું મામૂલી રકમ હોઈ, ઘણા સમયથી એમનું ભાડું પણ પોતે લેતા નથી. આ ભાડુઆત ગોડાઉન ખાલી કરે તો, પોતે મકાન વહેંચી, પોતાની યુવાન દીકરીઓને પરણાવી શકે, પરંતુ ભાડુઆત દ્વારા અવાર નવાર જણાવવા છતાં ગોડાઉન ખાલી કરતા ના હોઈ, રિટાયર્ડ થયેલ અને વૃદ્ધાવસ્થામાં જીવન ગુજારતા અરજદાર કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોઈ, પોતાને પોતાની દુકાન ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા અને પોતાના બાપ દાદાઓ એ વર્ષોની મરણ મૂડી સમાન કમાણી દુકાન બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, પીએસઆઇ એન.વી.આંબલીયા, સ્ટાફના હે.કો. સરતાજભાઈ, માલદેભાઇ, મોહસિનભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે ભાડે રાખી, ખાલી નહીં કરેલ ભાડુઆતને પોલીસની ભાષામાં સમજાવતા, ભાડુઆત નો 60 વર્ષનો કબજો હોઈ, પણ અરજદારની પરિસ્થિતિ ખરાબ હોઈ, અરજદારની દીકરીઓના લગ્ન હોઈ, અરજદાર પાસે આ સિવાય કોઈ મિલકત ના હોઈ, મિલકત વહેંચી, પોતાની દીકરીઓને પરણાવી શકે, મદદ કરવાના હેતુથી દુકાન ખાલી કરવા જૂનાગઢ પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને સમજાવતા, ભાડુઆત અરજદાર સિનિયર સિટીઝનની દુકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને દુકાન ખાલી કરી, દુકાનની ચાવી સોંપી આપેલ હતી. ભાડુઆત દ્વારા ભવિષ્યમાં કોઈ હક્ક દાવો નહિ કરે અને પોતાનો દુકાન ઉપર કોઈ અધિકાર નથી, તેવું અરજદારને નોટરી લખાણ પણ કરી દેવામાં આવેલ હતું. વેપારી વાણિયા એવા વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર હવેથી તકેદારી રાખવા વિનંતી કરવામાં આવેલ તથા ભાડુઆત ની ઉદારતાના વખાણ પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન દુકાનનો કબ્જો ભાડુઆત સાથે મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરી, પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન દુકાન હાથમાંથી જતી રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, માંડવી પોલીસ ચોકી ખાતે ભાવવાહી દ્રશ્યોસર્જાયા હતા

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદારને પોતાની દુકાનનો કબ્જો પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વનિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.