પ્રાંચી તીર્થ ખાતે ગાયત્રી પરીવારના વરિષ્ઠ પરિજન સ્વ.ઉકાભાઇ ચુડાસમાની ૯મી પુણ્યતિથી એ નેત્રનિદાન તથા હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન…
પ્રાંચી તીર્થ ખાતે ગાયત્રી પરીવારના વરિષ્ઠ પરિજન સ્વ.ઉકાભાઇ ચુડાસમાની ૯મી પુણ્યતિથી એ નેત્રનિદાન તથા હાર્ડવૈદ તથા જનરલ ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન...
પ્રાચી તીર્થ...પ્રાંચી તીર્થ ખાતે ગાયત્રી પરીવાર ના વરિષ્ઠ પરિજન સ્વ.ઉકાભાઈ ચુડાસમાની નવમી વાર્ષિક પુણ્યતિથી નિમિતે તથા સ્વ.રંભુબેન તથા લાડુબેન ચુડાસમાના પુણ્યાર્થે તેમના પરિવાર દ્વારા તા.૧૮/૧૨/ ૨૪ ને બુધવાર ના રોજ શ્રી કોળી સમાજ ભવન પ્રાંચી તીર્થમાં શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પ તથા હાર્ડ વૈદ તથા જનરલ ચેકઅપ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે . જેમાં રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટના સેવાભાવી ડોક્ટરો તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. તથા હાર્ડવૈદ હમીરભાઇ તથા ડો. ભગીરથ સિંહ રાઠોડ માધવ ક્લિનિક ઘંટીયા ફાટક પોતાનું યોગદાન આપશે આ વિનામુલ્યે સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરીયાતવાળા મોતીયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ અન્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આવનાર દરેક દર્દીઓને રહેવા, જમવા, શુધ્ધ ઘીનો શીરો, ચા પાણી -નાસ્તો, ચશ્માં, દવા, ટીપા મફત આપવામાં આવશે આ ઉપરાંત ઓપરેશન થયા બાદ દર્દીઓને કેમ્પના સ્થળે પરત મુકવાની પણ વ્યવસ્થા હોસ્પિટલ તરફથી કરવામાં આવી છે. આ કેમ્પમાં દર્દીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત દરેક દર્દીને કોઈ બિમારી હોય તો પણ તેની તકેદારી રાખીને તેનું નિદાન કરવામાં આવનાર છે. આ કેમ્પના આંખના દર્દીઓને બહોળી સંખ્યામાં લાભ લેવા પત્રકાર જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ મો. ૯૯૭૮૫ ૨૩૧૮૨ અનુરોધ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.