સાબરકાંઠાનું ગૌરવ કવિવર ઉમાશંકર જોશીની ૧૧૨ જન્મજયંતિ ઊજવવામાં આવી - At This Time

સાબરકાંઠાનું ગૌરવ કવિવર ઉમાશંકર જોશીની ૧૧૨ જન્મજયંતિ ઊજવવામાં આવી


સાબરકાંઠાનું ગૌરવ કવિવર ઉમાશંકર જોશીની ૧૧૨ જન્મજયંતિ ઊજવવામાં આવી
*******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત આર્ટસ ઍન્ડ કૉમર્સ કૉલેજ, હિંમતનગર અને ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કવિવર ઉમાશંકર જોશીની ૧૧૨ જન્મજયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

સાહિત્યના સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત એવા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અને આપણા સાબર પ્રદેશના પનોતા પુત્ર ઉમાશંકર જોશીની ૧૧૨મી જન્મજયંતીની કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. ઉત્પલ પટેલે કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી. કાર્યકારી આચાર્ય ડૉ. એ.કે. પટેલે મહેમાનનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જાણીતા લોકસાહિત્યકાર અને લઘુકથાકાર ડૉ. પ્રેમજી પટેલનો ડૉ. દિનેશ પટેલિયાએ લાક્ષણિક રીતિમાં પરિચય રજૂ કર્યો હતો. ડૉ. પ્રેમજી પટેલે કવિવર ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્ય વિશે રસપ્રદ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું. અંતે આભારવિધિ ડૉ. બી.જી. પરમારે કરી હતી. કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.