અકસ્માત: હિંમતનગર-અમદાવાદ ને. હાઇવે પર કાર કેનાલમાં ખાબકી - At This Time

અકસ્માત: હિંમતનગર-અમદાવાદ ને. હાઇવે પર કાર કેનાલમાં ખાબકી


હિંમતનગર, પ્રાંતિજ | હિંમતનગર અમદાવાદ નેશનલ હાઇવે 8 પર પિલુદ્રા પાટિયા પાસે હિંમતનગર બાજુથી અમદાવાદ તરફ જઈ રહેલ કાર અચાનક કેનાલમાં ખાબકી હતી. જેને પગલે પસાર થયેલ વાહનોના પૈડા થંભી ગયા હતા અને આજુબાજુમાંથી સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમના પ્રયાસો દ્વારા ક્રેન બોલાવી વાહનને બહાર કાઢવા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા પ્રયાસો હાથ ધરાયા હતા. ગમખ્વાર ઘટના છતાં કારમાં સવાર તમામનો આબાદ બચાવ થતાં ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. અચાનક ઘટના બનતા ચાલક પણ કેવી રીતે અકસ્માત સર્જાયો એ બાબતે કંઈ પણ કહી શકવા અસમર્થતા દર્શાવી હોવાનું હાજર લોકોએ જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.