યાર્ડ બહાર વાહનની 8 કિમી લાઈન, આજથી સોદા પડશે - At This Time

યાર્ડ બહાર વાહનની 8 કિમી લાઈન, આજથી સોદા પડશે


નવા વર્ષમાં નવી આવક, માર્ચ એન્ડિંગને કારણે યાર્ડમાં 10 દિવસનું વેકેશન હતું.

માર્ચ એન્ડિંગને કારણે બેડી યાર્ડમાં 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આજથી યાર્ડમાં રાબેતા મુજબના વેપાર થશે. ત્યારે એક દિવસ પહેલાં યાર્ડની બહાર 8 કિમી. વાહનોની લાંબી લાઈન લાગી હતી. અંદાજિત 1200 કિમી વાહનો આવ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જણસીમાં આજથી સોદા શરૂ થશે. સૌથી વધારે વેપાર મરચાં અને ઘઉં,ચણા,ધાણા અને જીરુંમાં થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. રાજકોટ ઉપરાંત જસદણ, હળવદ, ચોટીલા, સુરેન્દ્રનગર,પડધરી સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને આવ્યા હતા.મોટી સંખ્યામાં વાહનો આવી જતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોમવારે જ યાર્ડની અંદર વાહનોને પ્રવેશ આપી દેવામાં આવ્યા હતા. આખી રાત જણસી ઉતારવા માટેની કામગીરી ચાલુ રહી હતી.મે મહિના સુધી મરચાંની આવક ચાલુ રહેશે. અધિકમાસ હોવાને કારણે આ વર્ષે દરેક જણસીની આવક એક મહિનો વહેલી શરૂ થઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.