સાબરકાંઠા જિલ્લામાં-: મહિલાએ 100 નંબર પર કોલ કર્યો,હિંમતનગર-ચાણસ્મા એસટી બસમાં મુસાફરનું પર્સ ખોવાયું,પોલીસે બસમાં મુસાફર મહિલાની હાજરીમાં તપાસ કરી....... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: મહિલાએ 100 નંબર પર કોલ કર્યો,હિંમતનગર-ચાણસ્મા એસટી બસમાં મુસાફરનું પર્સ ખોવાયું,પોલીસે બસમાં મુસાફર મહિલાની હાજરીમાં તપાસ કરી……. –


સાબરકાંઠા જિલ્લામાં-: મહિલાએ 100 નંબર પર કોલ કર્યો,હિંમતનગર-ચાણસ્મા એસટી બસમાં મુસાફરનું પર્સ ખોવાયું,પોલીસે બસમાં મુસાફર મહિલાની હાજરીમાં તપાસ કરી.......
------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના--: હિંમતનગર એસટી બસ સ્ટેન્ડ પર હિંમતનગર-ચાણસ્મા એસટી બસમાં બેસેલી મહિલા મુસાફરના થેલામાંથી પર્સ ખોવાઈ જતા 100 નંબર પર કોલ કર્યો હતો.બી-ડીવીઝન પોલીસે એસટી બસમાં મહિલા મુસાફરની હાજરીમાં તપાસ કરી,પરંતુ પર્સ મળ્યું ન હતું.પોલીસે મહિલા મુસાફરનો જવાબ લઈને કાર્યવાહી કરી હતી.અંદાજીત બેસેલા 30 જેટલા મુસાફર આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરમાં એસટી બસ સ્ટેન્ડથી ઉપડતી હિંમતનગર-ચાણસ્મા બસમાં વિજાપુરના કુકરવાડા ગામના મુસાફર હિરલબેન ચિરાગ દેસાઈ બેસ્યા બાદ તેમના થેલામાં પર્સ ન હતું.જેને લઈને તેમણે કંડક્ટરને જાણ કરી હતી. બીજી તરફ હિરલબેને 100 નંબર પર કોલ કર્યો હતો..

જેને લઈને હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન આગળ પોસ્ટ ઓફીસ પીક અપ સ્ટેન્ડ આગળ બસ ઉભી રાખી હતી.ત્યારબાદ એસટી બસ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી.જેમાં અંદાજીત બેસેલા 30 જેટલા મુસાફર હતા.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.