રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક અંગે જાહેર કરેલા આદેશો. - At This Time

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક અંગે જાહેર કરેલા આદેશો.


રાજકોટ શહેર તા.૨૭/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે નીચે મુજબના હુકમો કરવામાં આવેલ છે. (૧) ઢેબરચોકથી પ્રહલાદ સિનેમા સુધી લાખાજીરાજ રોડ ઉપર રોડ-૧. ગરેડિયા કુવા રોડ-૨. ધર્મેન્દ્ર રોડ-૩. ઘી કાંટા રોડ-૪. જુની ખડપીઠથી ઢેબરચોક સુધી તમામ ટુ વ્હિલર વાહનોના અવર-જવર માટે ખુલ્લા રહેશે. (ર) ફકત થ્રી વ્હિલર અને ફોર વ્હિલર વાહનો માટે સવારે ૧૦ થી બપોરે ૧ તથા સાંજે ૪ થી રાત્રિના ૯ સુધી ગરેડીયા કુંવા રોડ લાખાજીરાજ રોડથી પરાબજાર રોડ સુધી પ્રવેશબંધ તથા પરાબજારથી ગરેડીયા કુવા રોડ લાખાજીરાજ રોડ સુધી ફક્ત પ્રવેશ થઇ શકશે. પ્રવેશબંધ સિવાયના સમયમાં ફકત થ્રી-વ્હિલર વાહનો અને નાના લોડીંગ ફોર વ્હિલર વાહનો આ રસ્તા પર અવર-જવર કરી શકશે. ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડથી ફકત પ્રવેશ તથા પરાબજારથી ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ સુધી ઉપરના તમામ વાહનો માટે પ્રવેશબંધ કરવામાં આવે છે. (ક) ઘી કાંટા રોડ લાખાજીરાજ રોડથી પ્રવેશબંધ તથા પરાબજારથી ઘી કાંટા રોડ લાખાજીરાજ સુધી ફકત પ્રવેશ થઇ શકશે. (ડ) ઘી કાટા રોડ પ્રેમીલા રોડ સુધી થ્રી વ્હિલર અને ફોર વ્હિલર વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે. (ઇ) મોચીબજાર લોહાણાપરા મેઇન રોડથી ફકત પ્રવેશ રૈયા નાકા ટાવરથી લોહાણાપરા મેઈન રોડમાંથી બજાર સુધી પ્રવેશબંધ કરવામાં આવે છે. ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર વાહનચાલક શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.