રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. - At This Time

રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.


રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
રાજકોટ તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા ગઈકાલે તા .૨૬ / ૬ / ૨૦૨૨ ને રવિવારના રોજ ભાભા હોટલ ખાતે યોજાઈ હતી . જેમાં વાર્ષિક સાધારણ મંડળીના પ્રમુખ નિકુંજભાઈ ચાવડા , મંત્રી અનિલભાઈ કાપડિયા , તમામ હોદ્દેદારો , સભ્યો ઉપસ્થિત રહ્યા હતા . સભ્યોએ મોટી સંખ્યામાં મિટિંગમાં હાજરી આપી હતી અને જાગૃતતા દર્શાવી એકતાના દર્શન કરાવ્યા હતા . આવનારા દિવસોમાં સૌસાથે મળી મંડળી અને તેની સાથે જોડાયેલા સભ્યોની જમીન વધુ ફળદ્રુપ બને અને મંડળીનો વિકાસ થાય તે દિશામાં આગળ વધવા સૌએ સંકલ્પ લીધો હતો . મિટિંગ પૂર્ણ થયા બાદ સૌ સભ્યોએ સમૂહ ભોજન સાથે લીધું હતું .
રિપોર્ટર અમૃત રાઠોડ રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon