ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રાહત કામ શરૂ કરવા ગ્રામ લોકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી - At This Time

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રાહત કામ શરૂ કરવા ગ્રામ લોકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી


એકબાજુ ગુજરાત સરકાર દ્વારા આત્મ નિર્ભર બનોની વાતો કરતી હોય છે ત્યારે બીજીબાજુ ગરીબ મધ્ય વર્ગના લોકો રોજગારી માટે તડપી રહ્યાં છે ત્યારે વાત કરીએ તો ગારીયાધારના મોટી વાવડી ગામના લોકો દ્વારા મોટી વાવડી ગામમાં મનરેગા યોજના હેઠળ રાહત કામ શરૂ કરવા બાબતે ઉગ્ર રજુઆત કરવામાં આવી રહી છે

મોટાં ભાગનાં લોકો ગામડામાં રહેતા હોય છે જેવો ગ્રામીણ વિસ્તારોમાં જીવન વિતાવી રહ્યા છે જ્યાં તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે કારણકે ત્યાં તેમને સંપૂર્ણ રોજગારી મળતી ન હોય ત્યારે ધણાં મોટાભાગના લોકો રોજગારી માટે શહેરમાં સ્થળાંતર કરતા હોય છે ત્યારે આવી સમસ્યાનો નિરાકરણ માટે કેન્દ્ર સરકારે 2 ઓક્ટોબર 2005ના રોજ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ મુકવામાં આવી હતી અને ગ્રામીણ વિસ્તારોના લોકો માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે હાલ ગારીયાધાર તાલુકામાં મોટા ભાગના લોકો હિરાના ધંધા સાથે સંકળાયેલા હોય અને જીવન નિર્ભર કરતા હોય ત્યારે હાલ હિરાના વ્યવસાયમા મંદીનો માહૌલ હોવાથી મધ્યમ ગરીબ વર્ગના લોકો બેરોજગાર બન્યા હોવાથી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી હેઠળ રાહત રોજગારી મેળવવા કામ શરૂ કરવાનું હોય ત્યારે મોટી વાવડી ગામમાં કેટલાક લોકોના વિરોધના કારણે સમગ્ર કામગીરી અટકી ગયા હોવાના આક્ષેપ સાથે મોટી વાવડી ગામના લોકો આ મોંઘવારીમાં રોજગારી મેળવવા ભારે રોષ જોવાં મળી રહ્યો હતો અને આજરોજ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ રોજગારી મેળવવા ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે દોડી જઇ રોજગારી મેળવવા ઉગ્ર રજુઆત કરી હતી

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગ

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.