તા. ૦૧/૦૯/૨૦૨૩ના રોજ મા. મંત્રી શ્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ શ્રી કનુભાઇ દેસાઇ, વાપી ખાતેથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકશે - At This Time

તા. ૦૧/૦૯/૨૦૨૩ના રોજ મા. મંત્રી શ્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ શ્રી કનુભાઇ દેસાઇ, વાપી ખાતેથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકશે


અમદાવાદ દેશના કર માળખાને સુદ્રઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલસેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ“મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૬થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી રહી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવશે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ માન. મંત્રીશ્રી નાણા ઉજા અને પેટ્રોકેમીકલ્સ, શ્રી કનુભાઇ દેસાઇ, તા. ૦૧/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાપી ખાતેથી કરશે.

આ યોજના હેઠળ ઉપરોક્ત જણાવેલ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સર્વોક્ત રીતે માસિક અને ત્રિમાસિક ડ્રો કરી નીચેની વિગતે માતબર રકમના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જે અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કુલ 20 કરોડની રકમ ફાળવવામાં આવેલ છે.

“મેરા બિલ મેરા અધિકાર" નામની અપ્લીકેશન તથા ઓનલાઈન વેબ પોર્ટલ https://uat.morabi11.gnt.gov.in મારફતે આ યોજનામાં ભાગ લઇ શકશે. એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી “મેરા બિલ મેશા અધિકાર" નામની અપ્લીકેશન સરળતાથી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી શકાશે. આ યોજના હેઠળ જીએસટી અંતર્ગત વેરાપાત્ર માલ સેવાની રૂ. ૨૦૦ કે તેથી વધુ રકમની ખરીદીના બિલો માન્ય ગણાશે. બિલની મહતમ રકમ નક્કી કરવામાં આવેલ નથી. આ યોજનામાં ભાગ લેનાર વ્યક્તિ દ્વારા વધુમાં વધુ એક મહિનામાં ૨૫ બિલ અપલોડ કરી શકાશે

તા. ૦૧/૦૯ ૨૦૨૩ અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની ૫ તારીખ સુધી અપલોડ કરી શકાશે

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.