ગ્રીનલેન્ડ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા ત્રણ રાહદારીને કારે ઉડાડયા: એકનું મોત - At This Time

ગ્રીનલેન્ડ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા ત્રણ રાહદારીને કારે ઉડાડયા: એકનું મોત


ગ્રીનલેન્ડ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા ત્રણ પરપ્રાંતીય રાહદારીને પુરપાટ ઝડપે આવેલા કારચાલકે હડફેટે લેતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે બે યુવકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, નવાગામ રંગીલામાં રહેતા અને મુળ ઉતરપ્રદેશના ચંદ્રવાન રામશ્રી ચૌહાણ (ઉ.21), અમીત ફાગુભાઈ ચૌહાણ અને જયંતભાઈ પનાસભાઈ ચૌહાણ ગત રોજ સાંજના ગ્રીનલેન્ડ ચોકડી પાસે શાકભાજી લેવા માટે જતા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ત્રણેય યુવકો રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ત્રણેય યુવકો ફૂટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ચંદ્રવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.
બનાવ સ્થળે ટ્રાફીક જામ સર્જાયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ટ્રાફીક જામ હળવો કરી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.