રાજકોટના બેડી યાર્ડ પાસે કારની ઠોકરે બે બાઈક ચાલક ઇજાગ્રસ્ત: એકની હાલત નાજુક - At This Time

રાજકોટના બેડી યાર્ડ પાસે કારની ઠોકરે બે બાઈક ચાલક ઇજાગ્રસ્ત: એકની હાલત નાજુક


રાજકોટના મોરબી બેડી યાર્ડ પાસે પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બે લોકોને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્ત લોકોને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ કરાઈ છે. બંને ઇજાગ્રસ્ત માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરે છે. હાલ જાણવા મળ્યા મુજબ એકનું નામ સુદામાભાઈ અને બીજા વ્યક્તિનું નામ હંસરાજભાઈ છે. બાઇકને નંબર જી.જે. 3 - ડીબી - 0488 છે. નજરે જોનાર વ્યક્તિઓનું કહેવું છે કે, અકસ્માત સર્જી ચાલક કાર પૂરપાટ ઝડપે હંકારી ભાગી છૂટ્યો છે. કારમાં નંબર પ્લેટ નહોતી. હવે પોલીસ સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ કરશે. હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા બે માંથી એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.