જમીઅતે ઉલ્મા-એ-હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા તરફથી વ્હોરા નિશાબેનની D.Y.S.Pતરીકે‌ નિમણૂક બદલ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું - At This Time

જમીઅતે ઉલ્મા-એ-હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા તરફથી વ્હોરા નિશાબેનની D.Y.S.Pતરીકે‌ નિમણૂક બદલ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું


જમીઅતે ઉલ્મા-એ-હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા તરફથી વ્હોરા નિશાબેનની D.Y.S.Pતરીકે‌ નિમણૂક બદલ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના જામીઅહ હાઇસ્કૂલ સોજીત્રા ની વિદ્યાર્થિની વહોરા નિશાબેન સલીમ ભાઈ D.Y.S.P. તરીંકે નિમણૂંક કરવામાં આવી હતી.જી.પી.એસ.સી ની પરીક્ષા સારા માર્ક્સ સાથે પ્રથમ ક્રમે પાસ કરી હતી. સાથે D.Y.S.P તરીકે નિમણૂક કરવામાં આવી હતી.તે બદલ આજરોજ જમઈઅતે ઉલ્મા-એ-હિન્દ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકા તરફથી શુભેચ્છા મુલાકાત કરી ગુલદસ્તો શાલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઇદ્રીશભાઇ દવાવાલા, સૈયદ ઈમતિયાજ અલી, મહમંદ રફીક હાજી જહુરશા દિવાન કિસ્મત સામાજિક કાર્યકર એ હાજર રહ્યી દુવા માગી હતી તેમજ સગા સંબંધી તેમજ મિત્રવર્તુળમા અને મુસ્લિમ સમાજ નું ગૌરવ થવા બદલ નિશાબેનને શુભેચ્છાઓ શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન ની વર્ષા કરવામાં આવી હતી
રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.