લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરડેરી હિંમતનગર તરફથી સેવા કાર્ય નિમિત્તે ગરમ ધાબળા વિતરણ - At This Time

લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરડેરી હિંમતનગર તરફથી સેવા કાર્ય નિમિત્તે ગરમ ધાબળા વિતરણ


*લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરડેરી હિંમતનગર તરફથી સેવા કાર્ય નિમિત્તે ગરમ ધાબળા વિતરણ*

આજરોજ લોકલાડીલા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરડેરી હિંમતનગર તરફથી શ્રીમતી આર. એલ. શાહ બહેરા મૂંગા વિદ્યાલય હિંમતનગરના દિવ્યાંગ બધિર બાળકોને ૧૨૦ બ્લેંકેટનું વિતરણ કરવામાં આવ્યું. સાબરડેરીના ચેરમેન માનનીય શામળભાઇ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, વાઇસ ચેરમેન તથા ડીરેક્ટરશ્રીઓના હસ્તે બ્લેંકેટ એનાયત કરવામાં આવ્યા. સંસ્થાના મંત્રીશ્રી ભાનુભાઇ ભટ્ટ તથા કેમ્પસ ડાયરેક્ટર ભીખાભાઈ પટેલે સાબરડેરી ના ચેરમેન તથા ડિરેક્ટરશ્રીઓનો આભાર માન્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.