ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન ખાતે નવનિર્મિત લાયબ્રેરીનું લોકાપર્ણ કરતા એસ.પી મનોહરસિંહ જાડેજા - At This Time

ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન ખાતે નવનિર્મિત લાયબ્રેરીનું લોકાપર્ણ કરતા એસ.પી મનોહરસિંહ જાડેજા


ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન ખાતે નવનિર્મિત લાયબ્રેરીનું લોકાપર્ણ કરતા એસ.પી મનોહરસિંહ જાડેજા

ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓની અધ્યક્ષતામાં પોલીસ વેલ્ફેર ફંડમાંથી પોલીસ અધિક્ષકની કચેરી ઇણાજ ખાતે તા.૧૫ લાયબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવેલ.

જેમાં ગીર સોમનાથ જીલ્લાના વાંચનપ્રેમી પોલીસ અધિકારી/ કર્મચારીઓને કાયદાનું જ્ઞાન થાય તેમજ ખાતાકીય પરીક્ષામાં ઉપયોગી થાય તેવા કાયદાના પુસ્તકો તથા ધર્મ, ઇતિહાસ અને સાહીત્યને લગતા પુસ્તકો આ નવનિર્મિત લાયબ્રેરીમાં વસાવવામાં આવેલ છે. જે પુસ્તકોનો લાભ ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા સિવિલિયન ક્રર્મચારીઓને મળશે.

આ ઉપરાંત આ લાયબ્રેરી ખાતે રોજબરોજના દૈનિક સમાચાર પત્રો, પૂર્તિ તેમજ સામાયિકો વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં અધિ./કર્મચારીઓ રીશેસ સમય દરમ્યાન વાંચી શકશે.

સદર લાયબ્રેરી ના ઉદઘાટન પ્રસંગે વેરાવળ ડીવીઝનના ના.પો.અધિ. વી.આર.ખેંગાર, મુખ્ય મથક ના.પો.અધિ. સી.સી.ખટાણા, તથા પ્રો.ના.પો.અધિ. વી.પી.માનસેતા, કચેરી અધિક્ષકશ્રી પી.એમ. ગોસ્વામી, સર્કલ પો.ઇન્સ.તાલાલા એમ.યુ.મસી, વેરાવળ સીટી પો.ઇન્સ. એ.એમ.મકવાણા, સોમનાથ મરીન પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી, એલ.આઇ.બી. પો.ઇન્સ.આર.એન.જાડેજા, એસ.ઓ.જી.ના ઇ.ચા. પો.ઇન્સ. એ.બી. જાડેજા, એલ.સી.બી.ના પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા, રીડર પો.સબ ઇન્સ. કે.એન.મુછાળ, નેત્રમ શાખાના પો.સબ ઇન્સ. બી.ડી.માવદિયા, કોમ્પ્યુટર શાખાના પો.સબ ઇન્સ. કે.પી.વાઢેર વિગેરેની ઉપસ્થિતિમાં વેરાવળ સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. જેઠાભાઈ કટારાના પુત્ર આલાભાઇ કટારા કે જેઓ નીટની પરીક્ષામાં ૬૫૦ માર્ક મેળવી બી.જે. મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે એમ.બી.બી.એસ. માં એડમીશન મેળવેલ છે. જે પોલીસ પુત્ર અન્યને પ્રેરણારૂપ બની શકે અને આવા તેજસ્વી પોલીસ પરિવારના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા સાહેબ એ આ પોલીસ પુત્ર આલાભાઈ જેઠાભાઈ કટારાના હસ્તે આ લાયબ્રેરીનું લોકાપર્ણ કરાવવામાં આવેલ હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.