લાકડિયા જૂથ ગ્રામ પંચાયત માં ૭૬ માં સ્વતંત્રતાદિનની ઉજવણી કરવામાં આવી - At This Time

લાકડિયા જૂથ ગ્રામ પંચાયત માં ૭૬ માં સ્વતંત્રતાદિનની ઉજવણી કરવામાં આવી


લાકડિયા જૂથ ગ્રામ પંચાયત માં ૭૬ માં સ્વતંત્રતાદિનની ઉજવણી કરવામાં આવી
ધ્વજવંદન કાર્યક્રમ આમંત્રિત મહેમાનોની હાજરીમાં ગ્રામ પંચાયત સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી સાહેબ શ્રી શાળાના આચાર્ય, શિક્ષકો , શાળાના વિદ્યાર્થી ઓ અને અગ્રણીઓ, તેમજ ગ્રામજનોએ સાથે મળી ઉજવણી કરી. તેમજ લાકડિયા અજીતસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા ગ્રામ આગેવાન ના વરદ હસ્તે ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું.સૌએ ધ્વજ ને સલામી આપી. શાળા ના વિદ્યાર્થિનીઓ દેશભક્તિના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું.

આ પ્રસંગે ગામના અગ્રણીઓ તેમજ ગામ લોકો, ગ્રામ પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયત દ્વારા બાળકો ને ચોકલેટ આપવામાં આવી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ તાલુકા રિપોર્ટર
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.