સાબરકાંઠામાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ - At This Time

સાબરકાંઠામાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨


હિંમતનગરના દેધરોટા, હાપામાં ભાજપના ઉમેદવારને પ્રચાર કરતાં રોકવામાં આવ્યા. પોલીસની ટીમે દોડી જઈ મામલો શાંત પાડયો ઉમેદવાર-ટેકેદારોને રૂટ બદલવાની ફરજ પડી. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજે વિરોધ રુપી આંદોલન પાર્ટ-૨ ની સોમવારથી શરુઆત કરી છે જેની અસર સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જોવા મળી. મંગળવારે ભાજપના મહિલા ઉમેદવાર હિંમતનગર તાલુકાના હાપા અને દેધરોટામાં પ્રચાર માટે ગયા ત્યારે ક્ષત્રિય સમાજે વિરોધ કરી પ્રચાર કરતાં અટકાવતાં પોલીસ દોડી હતી અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. આખરે ઉમેદવાર અને ટેકેદારોને રુટ બદલવાની ફરજ પડ્યાની વિગતો સામે આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.