સોમનાથ મંદિર યાત્રિકોની સુવિધા માટે કાળઝાળ ગરમી સામે સજજ બન્યું મંદિર દર્શન પથમાં ખુલ્લા પગમાં પણ કોઈ જાતનો તાપ ન લાગે તેવા સફેદ કેમિકલના લેપન શરૂ કરાયા - At This Time

સોમનાથ મંદિર યાત્રિકોની સુવિધા માટે કાળઝાળ ગરમી સામે સજજ બન્યું મંદિર દર્શન પથમાં ખુલ્લા પગમાં પણ કોઈ જાતનો તાપ ન લાગે તેવા સફેદ કેમિકલના લેપન શરૂ કરાયા


સોમનાથ મંદિર યાત્રિકોની સુવિધા માટે કાળઝાળ ગરમી સામે સજજ બન્યું

મંદિર દર્શન પથમાં ખુલ્લા પગમાં પણ કોઈ જાતનો તાપ ન લાગે તેવા સફેદ કેમિકલના લેપન શરૂ કરાયા

મંદિર સંપૂર્ણ વાતાનુકૂલિત તેમજ પેગોડામાં પીવાના પાણીની તમામ વ્યવસ્થાઓ કરાવાઈ

વિશ્વ વિખ્યાત એવા દેવાધિદેવ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરે હાલ ચાલી રહેલ કાળઝાળ આકરી ગરમી અને તડકાના તાપ થી દર્શને આવતા દર્શનાર્થીઓ-યાત્રિકો તડકા તેમજ ગરમી થી હેરાન પરેશાન ન થાય તે માટે સઘન પ્રયાસો સોમનાથ ટ્રસ્ટે હાથ ધર્યા છે.

સોમનાથ ટ્રસ્ટના સચિવ અને જનરલ મેનેજર નાં માર્ગદર્શન મુજબ સમગ્ર મંદિરના દર્શન પથ અને મંદિરે જવા તથા બહાર નીકળવાના મુખ્ય રસ્તા ઉપર સફેદ કેમીક્લનું લેપન કરાઈ રહ્યું છે.

આ કેમિકલ દર્શનાર્થીઓને મુખ્ય મંદિરની ફરતે જ્યાં જ્યાં આ સફેદ પટ્ટા લાગેલા હશે ત્યાં ચાલવાથી આકરી ગરમીમાં પણ પગ ધગતા નથી. આ ઉપરાંત સોમનાથ મંદિર એર કમ્પ્રેસ સિસ્ટમ થી જડાયેલ છે જેથી મંદિરમાં દર્શન કરતી વખતે બહાર કરતા 7 ડિગ્રી ઓછું તાપમાન રહે છે.

એટલું જ નહિ પણ ગરમીમાં મંદિર પરિસરમાં થાક ઉતારવા પગોડા લગાવાયા છે અને ત્રણ થી ચાર જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થાઓ કરાયેલી છે.

સોમનાથ ટ્રસ્ટ હાલનાં અતિથિગૃહ ની પાસે અદ્યતન યાત્રી સેવા કેન્દ્ર અંદાજે જૂન માસ થી રાજ્ય ટુરિસ્ટ વિભાગના સહયોગ થી કરી રહ્યું છે જેમાં અદ્યતન ટુરિસ્ટ આવાસ બુકિંગ, સેન્ટ્રલ એસી હોલ બુકિંગ, વેટિંગ કક્ષ આ ઉપરાંત ટુરિસ્ટ ગાઈડ સેન્ટર તેમજ વેટિંગ યાત્રિકોને સોમનાથ સંબધિત નાની ફિલ્મ જોવા મળતી રહે તેવું ઓડિટરિયમ આ બધુંય કામ ધમધોકાર ચાલી રહેલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.