આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી 7 જિલ્લામાં ઓરેન્જ અને 3 જિલ્લામાં યેલો એલર્ટ - At This Time

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી 7 જિલ્લામાં ઓરેન્જ અને 3 જિલ્લામાં યેલો એલર્ટ


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા,પાટણ,જામનગર, રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે .ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે.હાલ સરદાર સરોવર ડેમની સપાટી 134.32 મીટરે પહોંચી છે.ડેમમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી છે હાલ ડેમમાં 5,58,599 કયુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.