*જમીયત ઉલમા બનાસકાઠાની સરાહનીય કામગીરીને બિરદાવતા ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે બોલાવી સન્માનિત કર્યા* - At This Time

*જમીયત ઉલમા બનાસકાઠાની સરાહનીય કામગીરીને બિરદાવતા ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે બોલાવી સન્માનિત કર્યા*


*જમીયત ઉલમા બનાસકાઠાની સરાહનીય કામગીરીને બિરદાવતા ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે બોલાવી સન્માનિત કર્યા*
ગાંધીનગર તા.૩૦/૦૪/૨૩

દેશના તમામ રાજભવનોમાં આજે મન કી બાત કાર્યક્રમની 100મી કડી નિહાળવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો
મનકી બાત-૧૦૦મા એપિસોડ સ્ક્રીનીંગમાં જમીયત ઉલમા બનાસકાઠા જીલ્લાની સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને રાજભવન,ગાંધીનગર ખાતે મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત ના વરદ હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા, આજે રાજભવન ખાતે ગુજરાત ભર થી 22 એન.જી.ઓ. તેમજ પદ્મભુષણ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા તે પૈકી એક જમીયત ઉલમાં બનાસકાંઠા નું સન્માન કરાયું
હઝરત મૌલાના સૈયદ મેહમૂદ મદની સાહેબ પ્રમુખ,જમીયત ઉલમા-એ-હિંદ ના આદેશ મૂજબ તથા મૌલાના હકીમુદ્દીન સાહેબ મહાસચિવ જમીયત ઉલમા-એ -હિન્દ ના માર્ગ દશઁન હેઠળ અને મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ પ્રમુખ,જમીયત ઉલમાબનાસકાઠા ની દેખરેખ હેઠળ બનાસકાઠા જીલ્લામા જમીયત ઉલમાના કાયઁકરોના સહયોગ દ્વારા સફાઈ અભિયાન, રીલીફનુકામ,કોવીડ દરમ્યાન કરેલ કામગીરી તથા કીટ વિતરણ તથા શિક્ષણના કાયઁ થી પ્રભાવિત થઈ
મનકી બાત-૧૦૦મા સ્ક્રીનિગ એપિસોડ મા જમીયત ઉલમા બનાસકાઠાને રાજભવન, ગાંધીનગર ખાતે બોલાવી સંમાનિત કરવામા આવ્યા હતા
આ પ્રસંગે અતિકુરરેહમાન કુરેશી જનરલ સેક્રેટરી, જમીયત ઉલમા બનાસકાઠા,મૌલાના અબુલ હસન ઓગ્રેનાઇઝર જમીયત ઉલમા- એ-હિંદ, જાબીરભાઇ જુણકીયા સેક્રેટરી,જમીયત ઉલમા બનાસકાંઠા ઉપસ્થિત રહી સન્માનિત પત્ર રાજ્યપાલ દ્વારા સ્વિકાયુઁ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.