ચોટીલા તાલુકાના દેવસર ગામે ખનિજ લીજ ધારક અને ગ્રામ જનો વચ્ચે બબાલ. - At This Time

ચોટીલા તાલુકાના દેવસર ગામે ખનિજ લીજ ધારક અને ગ્રામ જનો વચ્ચે બબાલ.


સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે તેવુ લાગી રહ્યું છે. ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જે ચોટીલા પંથકની છે. ચોટીલા તાલુકાના દેવસર ગામે ખનિજ લીજ ધારક ખીમજીભાઇ એ બંદૂક બતાવી, મારી નાખવાની ધમકી આપી, તેવો ગ્રામજનો નો આક્ષેપ. દેવસર ગામના નાગજીભાઈ ગોવિંદભાઈ મેસરીયા જેઓ ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે.સુત્રો પાસે માહીતી મુજબ તા 25/11/2023 નાં રોજ 5 વાગ્યાં ની સમયે ખીમજીભાઇ ભીમાભાઇ સીસોદીયા,રહે વેરાવળ, જેઓ દેવસર ગામે લીઝ ચલાવી રહ્યા છે.તેમની બાજુમાં રહેતા નાગજીભાઈ ગોવિંદભાઈ ને વારંવાર ધમકીઓ આપતાં હતાં.તેમજ નાગજીભાઈ એ સામાન્ય બોલચાલી કરતાં ખીમજીભાઇ એ પોતાની રહેલી બંદૂક તાકતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. જે બંધુક નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.તેમજ ગ્રામજનો અને સરપંચ સહિત તેમની પાસે બંધુક ઝુંટવી ચોટીલા પોલીસને સોંપી દીધી હતી. દેવસર ગામે પણ મોટા પ્રમાણમાં ખનીજ નું ખોદકામ ચાલી રહ્યું છે. ત્યારબાદ દેવસર ગામના લોકોએ ચોટીલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો તેઓ એ કહ્યું કે આરોપી જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી ધારણા પર બેસવાની ચીમકી આપી હતી. જેમાં ચોટીલા પોલીસ મથકે ખીમજીભાઇ ભીમાભાઇ સીસોદીયા, કાનાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા, અને નવાબભાઈ ઈકબાલભાઈ સામે સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ આરોપીને પકડી પાડી ને આગળની તપાસ હાથ ધરવામાં આવ છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.