તા.૧૪ સપ્ટેમ્બર બોટાદ જિલ્લાનાં ૯ ગામોમાં એલર્ટ : ઘેલો નદી પર આવેલો ઇતરિયા ડેમ ઓવરફ્લો હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના - At This Time

તા.૧૪ સપ્ટેમ્બર બોટાદ જિલ્લાનાં ૯ ગામોમાં એલર્ટ : ઘેલો નદી પર આવેલો ઇતરિયા ડેમ ઓવરફ્લો હેઠવાસમાં આવેલા ગામોને સાવચેત રહેવા સૂચના


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી પસાર થતી ઘેલો નદી પર આવેલો ઇતરિયા ડેમ હાલ ઓવરફ્લો થયો છે. આ ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ઓવરફ્લો થતાં નદીનાં પટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોએ અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. બોટાદ જિલ્લાનાં રામપર, માંડવધાર, કેરાલા, ગઢડા, અડતાળા, પીપળ, તત્તાણા, લાખણકા અને ઇશ્વરીયા ગામના લોકોને નદીના પટમાં અવર - જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ સેલ બોટાદ દ્વારા સુચિત કરવામાં આવ્યું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.