બાલાસિનોરમાં પ્રવાસીશિક્ષકોની ભરતી પ્રક્રિયા 7 દિવસને બદલે24 કલાકમાં પૂર્ણ - At This Time

બાલાસિનોરમાં પ્રવાસીશિક્ષકોની ભરતી પ્રક્રિયા 7 દિવસને બદલે24 કલાકમાં પૂર્ણ


• ટેટ-ટાટ ઉમેદવારો ભરતી પ્રક્રિયાની બહાર રહ્યાં અને PTC કરેલાના નંબર લાગી ગયા

બાલાસિનોર તાલુકામાં આવેલી પ્રાથમિક શાળામાં ઘટ પડેલા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે હેતુથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા જિલ્લાકક્ષાએથી સૂચન બાદ બાલાસિનોર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 24 કલાકમાં જ પ્રવાસી શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેતા શિક્ષિત બેરોજગાર યુવા વર્ગમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 28 જૂનના રોજ બાલાસિનોર તાલુકાની 27 શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જે પરિપત્રમાં જણાવવા આવ્યું હતું કે 2022-23 માટે 1 જુલાઇ 2022 થી 30 એપ્રિલ 2023 સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે 29 જૂન સુધી તમામ પ્રવાસી શિક્ષકોની નિમણુંક આપી દેવાનું જણાવ્યું હતું. જોકે પ્રવાસી શિક્ષક ભરતી ફોર્મમાં ભરતી પ્રક્રિયાના 7 દિવસમાં અરજી કરવાની રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પરંતુ માત્ર 24 કલાકમાં જ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જેને કારણે ઉચ્ચ અધિકારીઓની વાહ વાહ લેવામાં મસ્ત શિક્ષણ અધિકારીઓ સામે શિક્ષિત બેરોજગાર યુવા વર્ગમાં રોષ હતો. આ બાબતે તાલુકા કક્ષાએથી ભરતી થાય છે તેમ જિ. પ્રા. શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.
સમગ્ર ભરતી પ્રક્રિયા શાળાના મુખ્ય શિક્ષક અને સ્થાનિક એસ.એમ.સી દ્વારા પ્રવાસી શિક્ષકની ભરતી કરવાની હોય છે તેમ કહી છટકબારી શોધી હતી. > તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી.

ટેટ પાસ ઉમેદવારની અરજી ના સ્વીકારી બાલાસિનોર તાલુકાના માળના મુવાળા પ્રાથમિક શાળામાં ટેટ પાસ કરેલા ઉમેદવાર 30 જૂનના સવારે અરજી આપવા ગયા હતા. જ્યાં મુખ્ય શિક્ષકે અરજીના સ્વીકારી અને પી.ટી.સી પાસ કરેલા ઉમેદવારોની પ્રથમ ક્રમાંકે પસંદગી કરતા સમગ્ર જિલ્લામાં પ્રવાસી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વ્હાલા દવલાની નીતિ ચાલતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.