અમદાવાદ ના રાયપુર ખાતે કાજલ ઓઝ વૈદ નો " પુસ્તક સમસ્યા સમાધાન કે સાથી" વિષય ઉપર ચિંતા સાથે સુંદર સંવાદ. - At This Time

અમદાવાદ ના રાયપુર ખાતે કાજલ ઓઝ વૈદ નો ” પુસ્તક સમસ્યા સમાધાન કે સાથી” વિષય ઉપર ચિંતા સાથે સુંદર સંવાદ.


અમદાવાદ ના રાયપુર ખાતે ભાજપ શહેર મહામંત્રી મા.ભૂષણ ભટ્ટ ના નેતૃત્વમાં રાયપુર વિસ્તારમાં તારીખ ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ રવિવાર સવારે ૧૧.૦૦ કલાકે કામેશ્વર ની પોળ, રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ પાસે સુપ્રસિદ્ધ લેખક મોટીવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય શારદા સેવા સંસ્થાન સંચાલિત પુસ્તક પરબ ની મુલાકાત લીધી હતી, આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના જુદાજુદા વિસ્તારના ભારતીય જનતા પાર્ટી ના અગ્રણીઓ સાથે કાર્યકરો ની ટીમ સહિત સામજીક સંસ્થા ના અગ્રણી મહિલાઓ, આગેવાનો, પત્રકારો ઉપસ્થિતિ રહ્યા હતા,

અમદાવાદ રાયપુર ની આ મુલાકાત દરમિયાન કાજલ ઓઝા વૈદ્ય દ્વારા ગુજરાત ની ગુજરાતી ભાષા અને નવી પેઢી વિસરતી સંસ્કૃતિ ને આવનારા સમયમાં સાચવી રાખે એ વાત ને લઈ તેમને સાંભળતા તમામ લોકો ને પુસ્તક નું મહત્વ પોતાના શબ્દોમાં ખુબજ સુંદર રીતે સમજાવ્યું હતું સાથે સાથે એમના બાળપણની અને જીવનની અને ભૂતકાળ ની કેટલીક સ્મૃતિઓ થી ત્યાં ઉપસ્થિતિ તમામ મહાનુભાવો ને મંત્રમુગ્ધ કર્યા હતા અને પુસ્તક એ સમસ્યા....સમાધાન...કે સાથી.... એ વિષય ઉપર નવી પેઢી ઘણું બધું છોડી જે ગતી એ OTT પ્લેટફોર્મ તરફ જાઈ ગુજરાતી સંસ્કારો નો વારસો વિસરતી જાય છે એ ચિંતા કરતા સંવાદ કર્યો હતો,

પુસ્તક પરબ ની સફળતા બાદ અનેક લોકો એ જીવનમાં પુસ્તકને પોતાના જીવન નો ભાગ બન્યું ખરેખર પુસ્તક જ દરેકના જીવનમાં સંસ્કાર અને સંસ્કૃતિ નો પાયો છે,

આ કાર્યક્રમ દરમિયાન કેટલાક ઉત્સાહી પત્રકારો હાજર રહી સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા શબ્દોમાં સમાજ માટે તૈયાર કરશે અને કેમેરામાં કેદ કરી સમાજમાં જાગૃતિ અર્થે આ કાર્યક્રમ ને અનેક ચેનલો ઉપર પ્રસારિત ને યુવા પેઢી ને ગુજરાતની અસ્મિતા અને પુસ્તક વાંચન કરવા પ્રેરિત,પ્રોત્સાહિત કરવા ચોકકસ પ્રયત્ન કરશે,

કાજલ ઓઝા વૈદ્ય ના વિચારો સાથે ગુજરાત ની અસ્મિતાની ચિંતા ની સાચી ઝલક જોવા મળી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.