બિન કાશ્મીરીઓને મતદાનનો અધિકાર આપવાથી કાશ્મીરીઓની ઓળખ પર સંકટ ઘેરાશે: ફારુખ અબ્દુલ્લા - At This Time

બિન કાશ્મીરીઓને મતદાનનો અધિકાર આપવાથી કાશ્મીરીઓની ઓળખ પર સંકટ ઘેરાશે: ફારુખ અબ્દુલ્લા


શ્રીનગર, તા. 22 ઓગસ્ટ 2022 સોમવારનેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ બિન કાશ્મીરીઓને વોટના અધિકાર આપવા મુદ્દે એક સર્વદળીય બેઠક બોલાવી. આ બેઠક શ્રીનગરમાં તેમના આવાસ પર થઈ. જેમાં જમ્મુ કાશ્મીરની અમુક પાર્ટીઓના નેતાઓ સિવાયની પાર્ટીના નેતાઓએ પણ ભાગ લીધો છે. આ બેઠક બાદ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ડો. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ, આપણે સપ્ટેમ્બરમાં તમામ રાષ્ટ્રીય પક્ષના નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં આમંત્રિત કરીશુ અને પોતાના મુદ્દાઓને તેમની સમક્ષ મૂકીશુ. બીજેપીએ આ બેઠકનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ રણનીતિ હેઠળ પાર્ટી પદાધિકારીઓ, પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યોની એક બેઠક પણ બોલાવી અને કાઉન્ટર એટેક માટે રણનીતિ બનાવી.કાશ્મીરીઓની ઓળખ સંકટમાંફારૂખ અબ્દુલ્લાએ બેઠક બાદ કહ્યુ કે બિન કાશ્મીરીઓને મતદાનના અધિકાર આપવા ખોટુ છે આનાથી કાશ્મીરીઓની ઓળખ પર સંકટ ઘેરાઈ જશે. બિન કાશ્મીરીઓને મતદાનના અધિકારનો નિર્ણય સ્વીકાર્ય નથી અને જો જરૂરી થયુ તો આપણે આ પગલાનો વિરોધ કરવા માટે કોર્ટના શરણે જઈશુ.નેશનલ કોન્ફરન્સ પ્રમુખે કહ્યુ, મે એલજી સાથે તમામ પાર્ટીઓને આમંત્રિત કરવાની વિનંતી કરી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યુ નહીં. તેમણે વધુમાં જણાવ્યુ કે ગઈ વખતે એલજીએ કહ્યુ હતુ કે તેઓ જમ્મુ-કાશ્મીરના નેતાઓને બોલાવશે, પરંતુ તેઓ તેમની વાત પર અડગ રહ્યા નહીં. સર્વદળીય બેઠકથી આ પાર્ટીઓએ રાખ્યુ અંતરઆ બેઠકમાં NC, કોંગ્રેસ, પીડીપી, અવામી નેશનલ કોન્ફરન્સ (ANC), શિવસેના, CPI(M), જેડીયૂ અને અકાલી દળ સામેલ થયા હતા. આમ આદમી પાર્ટી, જમ્મુ કાશ્મીર પોતાની પાર્ટી અને પીપુલ્સ કોન્ફરન્સે આ બેઠકથી અંતર રાખ્યુ છે. પીપુલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોને આ બેઠકમાં સામેલ ન થવા પર કહ્યુ કે હુ સર્વદળીય બેઠકમાં ભાગ નહીં લઉં કેમકે આમાં ભાગ લેવા કે ન લેવાથી કંઈ થવાનુ નથી. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે ફારુખ અબ્દુલ્લાને તેમની જરૂર પડશે તો તાત્કાલિક હાજર થઈ જશે.   શુ છે સમગ્ર મામલો?જમ્મુ કાશ્મીરના ચૂંટણી પંચે બુધવારે કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં બિન પ્રવાસી લોકો પણ મતદાન કરી શકે છે અને આ માટે તેમણે સરનામાના પુરાવાની પણ જરૂર નથી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં લગભગ 25 લાખ નવા વોટર્સ જોડી શકાય છે. જમ્મુ કાશ્મીરના રાજકીય દળ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને આને લોકતંત્ર વિરુદ્ધ ગણાવાયુ છે. આ મુદ્દે ચર્ચા માટે આજે નેશનલ કોન્ફરન્સના નેતૃત્વમાં શ્રીનગરમાં સર્વદળીય બેઠક થઈ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.