સિંગર રાહત ફતેહ અલી ખાનને નશાની હાલતમાં જોઈને ચાહકો આઘાતમાં - At This Time

સિંગર રાહત ફતેહ અલી ખાનને નશાની હાલતમાં જોઈને ચાહકો આઘાતમાં


નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ, 2022પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તે નશામાં ધૂત દેખાઈ રહ્યા છે.નશાની હાલતમાં તે પોતાના મેનેજર સાથે વાત કરતા નજરે પડે છે અને તેમની આ હાલત જોઈને ચાહકો ભડકી ઉઠયા છે. આ પાકિસ્તાની સિંગરે બોલીવૂડમાં પણ ઘણા યાદગાર ગીતો ગાયા છે.ગઈકાલે જ તેમણે પોતાના કાકા ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનને 24મી પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલી આપી હતી અને આ પોસ્ટને 24 કલાક પણ થયા નથી ત્યાં તો રાહતે નવો વિવાદ સર્જયો છે.વાયરલ વિડિયોમાં રાહત ફતેહ અલી ખાન પોતાના કાકા નુસરત ફતેહઅલી ખાનના ખભા પર હાથ મુકેલા દેખાય છે.એ પછી તે મેનેજર હાજી ઈકબાલ નકીબને ગળે મળીને બોલતા સંભળાય છે કે, આપણે એક છે અને એક રહીશું. પાક સિંગરની હાલત જોઈને ટ્વિટર પર લોકોને ચિંતા પણ થઈ હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે, તેમની જીભ પણ થોથવાઈ રહી છે અને તે જોઈને ઘણાને લાગ્યુ હતુ કે રાહત ચોક્કસ નશામાં છે. કારણકે આ પ્રકારનુ તેમનુ સ્વરુપ પહેલા ક્યારેય જોવા મળ્યુ નથી.નુસરત ફતેહ અલી ખાનને રાહત અવાન નવાર સોશિયલ મીડિયા પર યાદ કરતા હોય છે. નુસરત ફતેહ અલી ખાનનુ નિધન 16 ઓગસ્ટ, 1997માં થયુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.