બોટાદમાં શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયા - At This Time

બોટાદમાં શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયા


બોટાદમાં શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાયા

પૂજ્ય આત્માનંદ સરસ્વતી બાપુ એ પાટીદાર સમાજ ના નવ યુવાનો ને વ્યસન મુક્તિ માટે હાકલ કરી

સમસ્ત કડવા પાટીદાર સમાજના સ્નેહરૂપ પવિત્ર તાતણે બંધાયને એકતાના પ્રતીક સમાન શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ કડવા પટેલ સમાજ દ્વારા બોટાદના હડદડ રોડ પર ત્રિકોણી ખોડિયાર આદર્શ સ્કુલ સામે મહાસુદ પાચમ આજરોજ સમૂહ લગ્ન યોજાયા જેમાં 51 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી નૂતન જીવનપથ પ્રતિ પ્રયાણ કર્યો હતો આ સમુહ લગ્રમાં બોટાદના ભંજનાનંદ આશ્રમના આત્માનંદ સરસ્વતી બાપુએ પાટીદાર સમાજ નવ યુવાનો ને વ્યસન મુક્તિ માટે હાકલ કરી હતી અને આ સમાજ શિક્ષિત છે પણ સાથે દીક્ષિત હોવું પણ જરૂરી છે આ સમુહ લગ્રમાં ઉપસ્થિતિ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ભાવનગર સરદાર નગર ગુરુકુળના કે.પી સ્વામી,મૌલેશભાઈ ઉકાણી પ્રમુખ ઉમિયા માતાજી મંદિર સીદસર,આર.પી.પટેલ પ્રમુખ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ તેમજ સમાજના વડીલો દાતાઓ અને આગેવાનો ઉપસ્થિતિ રહી આશીર્વાદ પાઠવ્યા હતા આ સમુહ લગ્રમાં ઉપસ્થિતિ મહેમાનો અને દાતાઓનું મોમેન્ટો શિલ્ડ પુસ્તક આપી સન્માનિત કર્યા હતા મંગલ પરિણય દ્વારા પ્રભુતામાં પગલાં માંડવા ઉત્સાહિત એવા નવદંપતી ઓના સપનાઓને સાકાર કરવા માટે બોટાદ જિલ્લા શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ તેમજ કડવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા સામાજિક અને સેવાકીય દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી સમૂહ ભાવનાને ઉજાગર કરતા સમુહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમુહ લગ્રનું આયોજન શ્રી મહિલા ઉત્કર્ષ સમિતિ અને કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવ યુવાન ટીમ દ્વારા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ
તસ્વીર એલ ડી જોગરાણા બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.